ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ધૂમ મચાવી રહેલા જસપ્રીત બુમરાહની પર્સનલ લાઈફ એટલી સિંપલ નથી રહી. જસપ્રીત બુમરાહ જ્યારે 7 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું. બુમરાહના દાદાજી સંતોખ સિંહ બુમરાહ ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના હતા. તેઓ રિક્ષા ચલાીને પોતાનું જીવન નિર્વાહ કરતા હતા અને ત્યાં ભાડાના ઘરમાં રહેતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાદા ચલાવતા હતા રિક્ષા
એક સમયે ગુજરાતના અમદાવાદમાં બટવા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં બુમરાહના દાદાજી સંતોખસિંહનો જલવો હતો અને તેઓ મોંઘી ગાડીઓ અને વિમાનમાં મુસાફરી કરતા હતા. અમદાવાદમાં તેમની ત્રણ ફેક્ટરી, જેકે ઈન્ડસ્ટ્રીઝ, જેકે મશીનરી ઈકોમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અને જેકે ઈકોમેન્ટ હતા. આ ઉપરાંત તેમની બે સિસ્ટર કન્સર્ન ગુરુનાનક એન્જિનિયરિંગ વર્ક્સ અને અજીત ફેબ્રીકેટર પણ હતા. 


બધો કારોબાર ક્રિકેટર જસપ્રીત બુમરાહના પિતા જસવીર સિંહ સંભાળતા હતા. વર્ષ 2001માં જસપ્રીત બુમરાહના પિતા તથા પોતાા પુત્રના બીમારીથી મોતના કારણે સંતોખ સિંહ તૂટી ગયા અને ફેક્ટરીઓ પણ આર્થિક સંકટમાં ઘેરાઈ ગઈ. ત્યારબાદ જસપ્રીત બુમરાહના માતા કૌટુંબિક સમસ્યાઓના કારણો ઘરથી અલગ થઈ ગઆ. આજે જસપ્રીત બુમરાહ દેશના મોટા ક્રિકેટર બની ગયા. 


[[{"fid":"604218","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


સાબરમતી નદી પાસે મળી હતી લાશ
ડિસેમ્બર 2017માં બુમરાહના દાદાજી સંતોખસિંહ બુમરાહનો મૃતદેહ અમદાવાદમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ સાબરમતી નદીના ગાંધી બ્રિજ અને દધીજી બ્રિજ વચ્ચે સંતોખ સિંહનો મૃતદેહ મળ્યો હતો. 84 વર્ષના સંતોખ સિંહ ઉત્તરાખંડથી જસપ્રીતને મળવા માટે અમદાવાદ આવ્યા હતા. સંતોખ સિંહ અમદાવાદમાં તેમની પુત્રી અને જસપ્રીતના ફોઈ રવિન્દર કૌરના ઘરે રોકાયા હતા. રવિન્દર કૌરના જણાવ્યાં મુજબ જસપ્રીતના માતાએ તેમના પુત્રને દાદાને મળવા દીધો નહતો. તેઓ કોઈને પણ તેમની જોડે મળવા દેતા નહતા. સંતોખ સિંહ અને જસપ્રીત સિંહના માતા વચ્ચે કથિત રીતે અણબનાવ હતો જેના કારણે તેમને જસપ્રીત સાથે મુલાકાત થવા દીધી નહીં. 


સફળ ક્રિકેટર છે બુમરાહ
બુમરાહના ફોઈનો દાવો હતો કે બુમરાહના માતાએ તેમના પિતાને તેમના પૌત્રને મળવા દીધા નહીં. અત્રે જણાવવાનું કે રાજેન્દર કૌરનું કહેવું હતું કે જસપ્રીત બુમરાહના માતા જે સ્કૂલમાં ભણાવતા હતા ત્યાં પણ તેઓ મુલાકાત માટે આવ્યા હતા. જે સમયે જસપ્રીત બુમરાહના દાદાજીનો મૃતદેહ મળ્યો હતો તે સમયે તે ટીમ ઈન્ડિયા તરફથી 10 ડિસેમ્બર 2017ના રોજ શ્રીલંકા વિરુદ્ધ ધર્મશાળામાં વનડે મેચ રમી રહ્યો હતો. બુમરાહે 2016માં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી હતી અને જલદી તે પોતાની છેલ્લી ઓવરોમાં સતત યોર્કર ફેંકવાની વિશેષતાના કારણે ભારતીય ટીમનો પ્રમુખ બોલર બની ગયો અને ત્યારબાદ ક્યારેય પાછા વળીને જોયું નથી.