WTC Points Table Latest Update:ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 10 વિકેટની શાનદાર જીત સાથે સીરિઝમાં વાપસી કરી છે. પિંક બોલથી રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ બોલ સાથે રમવું ભારત માટે હંમેશા મુશ્કેલ રહ્યું છે. તેણે છેલ્લા અઢી વર્ષથી આ બોલ સાથે કોઈ મેચ રમી ન હતી. અનુકૂળ સ્થિતિઓમાં ઓસ્ટ્રેલિયન બોલરો ભારતની નબળી બેટિંગ લાઇન-અપ સામે ખૂબ સારા સાબિત થયા. આ મેચમાં હાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના સમીકરણો પણ બદલાઈ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રીજા સ્થાને સરકી ગયું ભારત
આ હારની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઈન્ટ ટેબલમાં ભારતની સ્થિતિ પર મોટી અસર પડી છે. બે વખત ફાઇનલમાં પહોંચેલી ટીમ હવે ત્રીજા સ્થાને સરકી ગઈ છે. હાર બાદ ભારતની પોઈન્ટ ટકાવારી (PCT) ઘટીને 57.29 થઈ ગઈ છે અને હવે ફાઇનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. બીજી તરફ પર્થમાં મળેલા આંચકા બાદ ઓસ્ટ્રેલિયા ફરી વિવાદમાં આવી ગયું છે. હવે તે 60.71 PCT સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.


ભારતના સમીકરણ
ભારતની પાસે હાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રમાં ત્રણ મેચ બાકી છે અને ત્રણેય મેચો જીતવી પડશે. હવે ભારત ઓસ્ટ્રેલિયામાં કોઈ પણ ભૂલ નહીં કરી શકે. જો ટીમ ઈન્ડિયા પોતાની  બચેલી ત્રણેય મેચ જીતી જશે તો પીસીટી 64.03 પર પહોંચી જશે. જોકે, ત્યારબાદ પણ ફાઈનલમાં જગ્યા પાક્કી નહીં થાય. શ્રીલંકા વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરીને સાઉથ આફ્રિકાની ટીમ પડકાર બની રહી છે.


ઓસ્ટ્રેલિયાની રાહ સરળ
ઓસ્ટ્રેલિયા જો પોતાની બાકી પાંચ મેચોમાંથી ત્રણ જીતી જાય છે (ભારત વિરુદ્ધ ત્રણ અને શ્રીલંકા વિરુદ્ધ બે) તો તે ફાઈનલમાં પહોંચી જશે. જ્યારે સાઉથ આફ્રિકા જો ત્રણેય મેચ (એક શ્રીલંકા અને બે પાકિસ્તાન વિરુદ્ધ)માં જીતી જાય છે તો તેનો પીસીટી 69થી વધારે થઈ શકે છે. એવી સ્થિતિમાં ભારતની પાસે એકમાત્ર મોકો પોતાની બાકી ત્રણેય મેચ જીતીને ઓસ્ટ્રેલિયાની સંભાવનાઓને ઓછી કરવાનો છે.