નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપની શરૂઆત 17 ઓક્ટોબરથી યુએઈમાં થશે. ટી20 વર્લ્ડ કપમાં ભારત પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. ટી20 વર્લ્ડ કપમાં તક મળ્યા બાદથી જ આ ખેલાડીનો આઈપીએલમાં સતત ફ્લોપ શો ચાલું છે. સિલેક્ટર્સે ટી20 વર્લ્ડ કપમાં આ ખેલાડી માટે શ્રેયસ ઐયર જેવા ધૂરંધર ખેલાડીની અવગણના કરી. શ્રેયસ ઐયર રિઝર્વ ખેલાડી તરીકે રખાયો છે. આ ખેલાડી પંજાબ કિંગ્સ વિરુદ્ધ મંગળવારે રમાયેલી મેચમાં શૂન્યના સ્કોરે આઉટ થઈ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને ખબર તો પડી જ ગઈ હશે કયા ખેલાડીની વાત થઈ રહી છે. બિલકુલ સાચી વાત. અહીં વાત થઈ રહી છે સૂર્યકુમાર યાદવની. આઈપીએલમાં સૂર્યકુમાર યાદવનું ખરાબ ફોર્મ સતત ચાલુ છે. આ ખરાબ પ્રદર્શનને જોયા બાદ ફેન્સ પણ ખુબ નિરાશ છે. ભારતીય ફેન્સના મનમાં સતત અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. આઈપીએલમાં સતત ખરાબ પ્રદર્શનના કારણે સૂર્યકુમાર યાદવને સોશિયલ મીડિયામાં ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આઈસીસીના નિયમોનું માનીએ તો હજુ પણ ટીમ મેનેજમેન્ટ 10 ઓક્ટોબર સુધીમાં પોતાની સ્ક્વોડમાં ફેરફાર કરી શકે છે. આવામાં સૂર્યકુમાર યાદવને ટી20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવાની માગણી ઉઠી છે. 


ખુબ જ ખરાબ રહ્યું છે પ્રદર્શન
આઈપીએલ 2021 ના બીજા તબક્કાને ટી20 વર્લ્ડ કપની તૈયારીની રીતે જોવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં  ભારત તરફથી ટી20 વર્લ્ડ કપ માટે ચૂંટાયેલા કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન બીજા તબક્કામાં ખુબ ખરાબ રહ્યું છે. ખાસ કરીને સૂર્યકુમાર યાદવ પર એક નજર નાખીએ તો યુએઈ લેગમાં તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 4 મેચ રમ્યો છે પરંતુ તેના બેટમાંથી રન નીકળ્યા જ નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube