ખતમ થઈ ગયું ટીમ ઈન્ડિયાના આ 4 ખેલાડીઓનું ટેસ્ટ કરિયર? ટીમના દરવાજા લગભગ બંધ
ટીમ ઈન્ડિયામાં ઘણા એવા ખેલાડી છે, જે સતત સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. પરંતુ ભારતના ચાર ખેલાડી એવા છે જેનું ટેસ્ટ કરિયર લગભગ ખતમ થઈ ગયું છે અને ટીમના દરવાજા તેના માટે બંધ થઈ ગયા છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થવી જેટલી મુશ્કેલ છે, તેનાથી વધુ મુશ્કેલ ટીમમાં પોતાની જગ્યા ટકાવી રાખવાની છે, કારણ કે ટીમની બહાર પણ એવા ખેલાડીઓ છે, જે પોતાના શાનદાર પ્રદર્શનની મદદથી સતત પડકાર આપતા રહે છે. ભારતના 4 ખેલાડી એવા છે, જેનું ટેસ્ટ કરિયર લગભગ ખતમ થઈ ગયું છે અને તેના માટે ભારતીય ટેસ્ટ ટીમના દરવાજા બંધ લાગી રહ્યાં છે. આવો નજર કરીએ આ ચાર ખેલાડીઓ પર.
1. શિખર ધવન
શિખર ધવનના આંકડાને જોવામાં આવે તો તે ક્રિકેટના તમામ ફોર્મેટમાં શાનદાર ખેલાડી છે. ટેસ્ટ ક્રિકેટમાં શિખરે 34 મેચોમાં 41ની એવરેજથી 2300થી વધુ રન બનાવ્યા છે. જેમાં તેણે સાત સદી ફટકારી છે. પરંતુ હવે કેએલ રાહુલ અને રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ટીમના ઓપનર છે. તો મયંક અગ્રવાલ પણ ઓપનિંગની જવાબદારી નિભાવી રહ્યાં છે. તેવામાં લાગી રહ્યું છે કે શિખર ધવનને હવે ટેસ્ટ ટીમમાં તક મળશે નહીં. આફ્રિકા સામે રમાનાર ત્રણ વનડે મેચોની સિરીઝ માટે ધવનની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ વિરાટ કોહલીને બીજી મેચમાંથી કેમ કરાયો બહાર? KL રાહુલ બન્યો ટીમ ઈન્ડિયાનો 34મો ટેસ્ટ કેપ્ટન
2. ભુવનેશ્વર કુમાર
ભુવનેશ્વર કુમારને આ વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહીં. ત્યારબાદ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પણ પસંદગીકારોએ તેને પસંદ કર્યો નહીં. ભુવીએ વર્ષ 2012માં જ્યારે તેના કરિયરની શરૂઆત કરી હતી, ત્યારે તેની તાકાત સ્વિંગ બોલિંગ હતી. એક સમયે તે ટીમ ઈન્ડિયાનો ફ્રંટલાઇન બોલર હતો. પરંતુ ત્યારબાદ ઈજાને કારણે તેના કરિયર પર મોટી અસર પડી છે. 2018થી ભુવીને ટેસ્ટ ક્રિકેટમાં તક મળી નથી. હવે લાગી રહ્યું છે કે તેનું ટેસ્ટ કરિયર સમાપ્ત થઈ ગયું છે.
3. હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી 11 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 31ની એવરેજથી 532 રન બનાવ્યા છે અને 17 વિકેટ લીધી છે. તે છેલ્લા ઘણા સમયથી બોલિંગ ન કરવાને કારણે અને ટી20 વિશ્વકપમાં ખરાબ પ્રદર્શનને કારણે તે હાલ ટીમમાં પણ નથી. હવે લાગે છે કે પંડ્યાનું ટેસ્ટ અને વનડે કરિયર ખતમ થવા પર છે. કેટલાક લોકો માટે છે કે તે બેક ઇંજરીનો સામનો કરી રહ્યો છે, જેથી ટેસ્ટ ક્રિકેટમાં બોલિંગ કરી શકશે નહીં. પંડ્યા 2018 બાદ ટેસ્ટ ટીમમાં સામેલ થયો નથી.
આ પણ વાંચોઃ મહાન ક્રિકેટર અને સચિનના ખાસ મિત્રએ પોતાની જ પત્નીની સેકસ ટેપ ફરતી કરી! જુઓ તસવીરો
4. કુલદીપ યાદવ
કુલદીપ યાદવને હવે ટીમ ઈન્ડિયાએ તમામ ફોર્મેટમાંથી ડ્રોપ કરી દીધો છે. છેલ્લા કેટલાક સમયથી આ ચાઇનામેન બોલર ફોર્મમાં પણ નથી. આઈપીએલમાં પણ તે બેંચ પર જોવા મળતો હતો. પસંદગીકારોએ હવે કુલદીપના સ્થાને અક્ષર પટેલ, જાડેજા, અશ્વિન અને વોશિંગટન સુંદર જેવા બોલરો પર વિશ્વાસ કરી રહ્યા છે. હવે લાગી રહ્યું છે કે કુલદીપ યાદવ આગામી સમયમાં ટેસ્ટ ક્રિકેટ રમતો જોવા મળશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube