નવી દિલ્હી: MS Dhoni ની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમમાં એકથી એક ચડિયાતા ધૂરંધર ખેલાડીઓના ડેબ્યુ થયા, જે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ વધુ નીખર્યા. આ ક્રિકેટર્સ પોતાના એકલાના દમ પર મેચનું પાસું પલટી નાખવાની તાકાત ધરાવે છે. આ  ધૂરંધર ખેલાડીઓએ વર્લ્ડ કપ જેવી મહત્વની ટુર્નામેન્ટમાં મેચ વિનરની ભૂમિકા ભજવી છે. વિરાટ કોહલીએ કેપ્ટનશીપ સંભાળતા જ આ ખેલાડીઓની કરિયરમાં ચાર ચાંદ લાગી ગયા. આ ખેલાડીઓએ ધોનીની કેપ્ટનશીપ હેઠળ સારું પ્રદર્શન કર્યું હતું અને કોહલી કેપ્ટન બનતા જ વધુ શાનદાર પ્રદર્શન કરવા લાગ્યા. આવો નજર ફેરવીએ આવા જ 4 ખેલાડીઓ પર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પંડ્યા
ટીમ ઈન્ડિયામાં ફિનિશરની ભૂમિકા ભજવતા હાર્દિક પંડ્યાએ IPL માં શાનદાર પ્રદર્શન કરીને વનડે ફોર્મેટમાં રમવાની તક મેળવી હતી. ટીમ ઈન્ડિયા પણ લાંબા સમયથી હાર્દિક પંડ્યા જેવા ઓલરાઉન્ડની શોધમાં હતી. જે ઝડપી બોલિંગની સાથે સાથે જબરદસ્ત બેટિંગ પણ કરી શકે. હાર્દિક પંડ્યાએ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ડેબ્યુ કર્યું હતું. શરૂઆતના સમયમાં હાર્દિક પંડ્યા સાતમા નંબરે બેટિંગ માટે આવતો હતો પરંતુ ધીરે ધીરે પંડ્યા પાંચમા બોલર તરીકે 10 ઓવરની બોલિંગ માટે પણ તૈયાર થઈ ગયો. ધોનીએ ક્રિકેટને અલવિદા કહ્યા બાદ હાર્દિક પંડ્યાએ બેટિંગમાં ખુબ સુધારો કર્યો છે  અને આજના સમયમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયામાં સૌથી સારા  ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે. 


રવિચંદ્રન અશ્વિન
રવિચંદ્રન અશ્વિન છેલ્લા 10 વર્ષથી ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર બોલિંગ કરતો આવ્યો છે. આંકડા પણ એ વાતની સાક્ષી પૂરે છે. આ બોલરે 78 ટેસ્ટ રમી છે, જેમાં 24ની સરેરાશથી 409 ટેસ્ટ વિકેટ મેળવી છે. અશ્વિન પહેલીવાર IPL માં ધોનીની ટીમ CSK તરફથી રમ્યો હતો. જ્યાં તેણે બહુ જલદી એમ એસ ધોનીનો વિશ્વાસ મેળવી લીધો હતો. ધોનીએ અશ્વિનને વનડે અને ટી20માં ડેબ્યુ કરવાની તક આપી. શરૂઆતમાં અશ્વિન ઉપમહાદ્વીપોની પીચો પર તો પ્રભાવશાળી બોલર સાબિત થયો પરંતુ વિદેશી પીચો પર તેને મુશ્કેલીઓ આવતી રહી. પરંત વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં અશ્વિને વિદેશની પીચો ઉપર પણ શાનદાર પ્રદર્શન કર્યું. અશ્વિન દુનિયાના લગભગ દરેક દેશમાં બોલિંગ કરી ચૂક્યો છે. 


IPL 2021: વિરાટ કોહલી માટે દુશ્મન સાબિત થયો આ ખેલાડી, જતા જતા મોટો ઘા આપતો ગયો


મોહમ્મદ શમી
મોહમ્મદ શમીએ વર્ષ 2013માં એમએસ ધોનીના નેતૃત્વમાં ડેબ્યુ કર્યું હતું. જો કે શમીમાં પહેલેથી જ એક મહાન બોલર બનવાની ક્ષમતા હતી. તેની સમી પોઝિશન અને ઝડપે જણાવી દીધુ હતું કે તે ટીમ ઈન્ડિયા માટે લાંબા સમય સુધી રમશે. પરંતુ ધોનીના સમયમાં શમી એક યોગ્ય રણનીતિ હેટળ બોલિંગ કરવામાં નિષ્ફળ જતો હતો અને છેલ્લી ઓવરોમાં રન આપી દેતો હતો. જો કે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ શમીએ પોતાને અલગ જ સાબિત કર્યો અને તે પહેલા કરતા વધુ ફિટ અને યોર્ક બોલિંગ કરતો જોવા મળ્યો તથા ક્રિકેટના  તમામ ફોર્મેટમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે. શમી હાલના સમયમાં બુમરાહ અને ભુવનેશ્વર કુમાર જેવા બોલરની ત્રિપુટીનો મુખ્ય સભ્ય છે. 


Good News! હવે ફક્ત 634 રૂપિયામાં ઘરે બેઠા મળશે LPG સિલિન્ડર, ખાસ જાણો કેવી રીતે


રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજા અંડર-19માં વિરાટ કોહલી સાથે રમી ચૂકેલો ખેલાડી છે. જાડેજાએ IPL માં શાનદાર રમતનુ પ્રદર્શન કર્યું. ત્યારબાદ તે જલદી ધોનીની કેપ્ટનશીપ હેઠળ CSK માટે રમવા લાગ્યો. તેણે 2009માં ભારત માટે મર્યાદિત ઓવરોની મેચો માટે ડેબ્યુ કરવાની તક મળી અને જલદી 2012 દરમિયાન જાડેજાને ટેસ્ટમાં પણ જગ્યા મળી. જો તે સમયે જાડેજાને કોઈએ જોયો હોત તો સપને પણ ન વિચારત કે તે વર્લ્ડ લેવલનો એક શાનદાર ઓલરાઉન્ડર હશે પરંતુ જાડેજાએ છેલ્લા 3 વર્ષમાં પોતાની રમતમાં ખુબ સુધારો કર્યો. આજે જાડેજા ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટમાં સારા ખેલાડી તરીકે ઓળખાય છે. એ જ રીતે જાડેજા પણ વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ જબરદસ્ત રમતનું પ્રદર્શન કરી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube