India vs Australia Adelaide Test: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 5 ટેસ્ટ મેચોની સીરિઝની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેટમાં રમાશે. આ પિંક બોલથી ડે નાઈટ મેચ હશે. મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ કેનબરામાં પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન વિરુદ્ધ પ્રેક્ટિસ મેચ રમાશે. આ મુકાબલામાં ભારતને જીત મળી હતી. હવે તમામ ખેલાડીઓનું ધ્યાન પિંક બોલમાં મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમને સળંગ બીજી ટેસ્ટમાં હરાવવા પર છે. એડિલેટ ઓવલમાં રમાનારર આ મેચમાં ઘણા મોટા ફેરફાર જોવા મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોથા નંબર પર ઉતર્યા રોહિત
પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન વિરુદ્ધ ભારતના કેપ્ટન રોહિત શર્માએ ઓપનિંગ કરી હતી. તેમણે પહેલી ટેસ્ટમાં ઈનિંગની શરૂઆત કરનાર કેએલ રાહુલને જ યશસ્વી જયસ્વાલની સાથે મોકલ્યો હતો. બન્ને પર્થ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં 201 રનની ભાગેદારી કરી હતી. હવે વોર્મ અપ મેચમાં પણ બન્ને જણાંએ શાનદાર રમત દાખવી હતી. રાહુલ અને યશસ્વીએ 75 રનની ભાગેદારી કરી. યશસ્વીએ 45 રન બનાવ્યા જ્યારે રાહુલ 27 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. રોહિતે ચોથા નંબર પર બેટિંગ કરી. તે 11 બોલ પર 3 રન બનાવીને આઉટ થયા. શુભમન ગિલની વાપસીની સાથે ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતર્યા. તઓ આ ક્રમ પર લાંબા સમયથી બેટિંગ કરી રહ્યા છે. જ્યારે કેપ્ટન રોહિત શર્મા પાંચમા નંબર પર ઉતરી શકે છે. તેમણે પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન વિરુદ્ધ ભલે ચોથા નંબર પર બેટિંગ કરી, પરંતુ ટીમ શીટમાં તેમણે પોતાનું નામ પાંચમા નંબર પર રાખ્યું હતું. એવામાં રાહુલ-યશસ્વી ઓપનિંગ કરશે. ત્યારબાદ ત્રીજા નંબર પર શુભમન ગિલ અને ચોથા નંબર પર વિરાટ કોહલી રમી શકે છે.


મેચમાં શું થયું?
પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન વિરુદ્ધ પહેલા દિવસની રમત વરસાદના કારણે ભેટ ચઢ્યા બાદ બીજા દિવસે મેચને 46 ઓવરની કરી દેવામાં આવી હતી. પ્રાઈમ મિનિસ્ટર ઈલેવને ભારતને 241 રનનો લક્ષ્યાંક આપ્યો જે ટીમે 42.5 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસિલ કરી લીધો. ટીમે ત્યારબાદ પુરી ઓવર બેટિંગ કરી અને 46 ઓવરમાં પાંચ વિકેટ પર 257 રન બનાવ્યા. પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન તરફથી ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવાના દાવેદાર ઓપનપ બેટર સેમ કોન્સટાસે 97 બોલમાં 14 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 107 રનની ઈનિંગ રમી હતી.



નહોતા રમ્યા વિરાટ કોહલી અને બુમરાહ
ભારતીય ટીમ મેનેજમેન્ટે રણનીતિ હેઠળ વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને મેચમાં ઉતાર્યા નહોતા અને આ બન્ને ખેલાડીઓએ નેટ પર એક બીજાનો સામનો કર્યો. પર્થ ટેસ્ટમાં બહાર રહેલા રવિચંદ્રન અશ્વિને પણ નેટ પર કોહલી સામે બોલિંગ કરી. અશ્વિને 2020-21માં એડિલેડમાં ભારતને ગુલાબી બોલની છેલ્લી ટેસ્ટમાં ચાર વિકેટ મેળવી હતી. રવિન્દ્ર જાડેજાએ જોકે પ્રેક્ટિસ મેચમાં બેટિંગ અને બોલિંગ બન્ને કરી. તેમણે પાંચ ઓવરમાં 32 રન પર એક વિકેટ મેળવવા સિવાય 27 રન પણ બનાવ્યા હતા.



પંતે ના કરી બેટિંગ
વિકેટકીપર બેટર ઋષભ પંત પણ બેટિંગ માટે ઉતર્યો નહોતો, જેના કારણે મનુકા ઓવલમાં હાજર લગભગ એક હજાર ભારતીય પ્રશંસકોને નિરાશ થયા હતા. તેનાથી પહેલા પર્થમાં ટેસ્ટ ડેબ્યૂ દરમિયાન પ્રભાવિત કરનાર બોલર હર્ષિત રાણા (44 રન પર 4 વિકેટ) એ એકવાર ફરી શાનદાર બોલિંગ કરી. અનુભવહીન રાણાએ શરૂઆતી ત્રણ ઓવરમાં લાઈન અને લેન્થને લઈને ઝઝૂમવું પડ્યું પરંતુ ત્યારબાદ તેમણે ગુલાબી બોલમાં સારું પ્રદર્શન કર્યું. તેમણે 6 બોલની અંદર 4 વિકેટ લઈને ખળભળાટ મચાવી દીધો.