T20 World Cup: વર્લ્ડકપ માટે આ દિવસે રવાના થશે ટીમ ઇન્ડિયા, 4 ખેલાડીનો ખર્ચ ઉઠાવશે BCCI
T20 World Cup: ટીમ ઇન્ડિયા 6 ઓક્ટોબરના મિશન વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે. ભારતીય સ્ક્વોર્ડ સાથે 15 નહીં પરંતુ 19 ખેલાડી ઓસ્ટ્રેલિયા જશે. જે ચાર સ્ટેન્ડબાય પ્લેયર છે તેમનો ખર્ચ સંપૂર્ણ રીતે બીસીસીઆઇ જ ઉઠાવશે, કેમ કે, આઇસીસી દ્વારા તેના માટે કોઈ સુવિધા આપવામાં આવતી નથી.
T20 World Cup: ટી-20 વર્લ્ડકપ માટે હવે માત્ર થોડો સમય જ બાકી છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડકપ માટે પોતાની સ્ક્વોર્ડની જાહેરાત કરી દીધી છે. અને હવે મિશન વર્લ્ડકપની તૈયારી પણ જોરશોરથી ચાલી રહી છે. ટીમ ઇન્ડિયાને હજુ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે ટી-20 સીરિઝ રમવાની છે. માનવામાં આવી રહ્યું છે કે, કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા 6 ઓક્ટોબરના ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે.
4 ઓક્ટોબરના સાઉથ આફ્રિકા સામે ટી-20 સીરિઝ પૂરી થશે. ત્યારબાદ ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ માટે રવાના થશે. ટી-20 વર્લ્ડકપ ટીમમાં સામેલ પ્લેયર્સ સાઉથ આફ્રિકા સામે વન-ડે સીરિઝનો ભાગ નહીં હોય, એવામાં તેમની પાસે જલ્દી ઓસ્ટ્રેલિયા પહોંચવાની તક હશે. રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઇન્ડિયાની સાથે જ સ્ટેન્ડ બાય પ્લેયર્સ પણ ઓસ્ટ્રેલિયા રવાના થશે. જેમાં મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ અને દીપક ચહર સામેલ છે.
આ પણ વાંચો:- 'કચા બદામ'વાળાને પણ પછાડે એવા છે આ કાકા, જુઓ નમકીન વેચવાની ગજબ સ્ટાઈલનો વીડિયો
માત્ર સ્ક્વોર્ડનો ખર્ચ ઉઠાવે છે આઇસીસી
આઇસીસીના ટૂર્નામેન્ટમાં આઇસીસી દ્વારા જ ટીમોને ટ્રાવેલ બેનિફિટ આપવામાં આવે છે. એવામાં ભારતના 15 ખેલાડીઓને સ્ક્વોર્ડમાં આ તક મળશે. એટલે કે રિઝર્વના ચાર પ્લેયર છે તેમને બીસીસીઆઇ પોતાના ખર્ચા પર લઈ જઈ રહી છે અને તેમના રહેવાની વ્યવસ્થા પોતે કરશે. ટીમ મેનેજમેન્ટે જ સ્ટેન્ડબાય પ્લેયર્સની બાકી ટીમ સાથે ઓસ્ટ્રેલિયા મોકલવા માટે બીસીસીઆઇને કહ્યું છે. જેથી પ્રેક્ટિસ સેશન, વાર્મઅપ મેચ દરમિયાન જો કોઈ ખેલાડીને કોઈ તકલીફ થાય છે, તો તરત સ્ટેન્ડબાય પ્લેયર્સને ટીમ સાથે જોડી શકાય છે.
યાદ રાખો કે છેલ્લી વખત જ્યારે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ કર્યો હતો. તે દરમિયાન ટીમના લગભગ અડધા ડઝનથી વધારે ખેલાડી ઇજાગ્રસ્ત થયા હતા. બ્રિસ્બેન ટેસ્ટ દરમિયાન તે તમામ ખેલાડીઓને પ્લેઇંગ 11 માં સામેલ કરવામાં આવ્યા હતા, જે માત્ર સપોર્ટ માટે ટીમની સાથે પહોચ્યાં હતા.
આ પણ વાંચો:- બબીતાજીને એક શખ્સે પૂછ્યો એક રાતનો ભાવ, એક્ટ્રેસનો જવાબ કરશે આશ્ચર્યચકિત
ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ આ પ્રકારે છે
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટ કિપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
સ્ટેન્ડબાય ખેલાડી- મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube