નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કહ્યું કે ઓગસ્ટમાં 3 મેચોની વનડે સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેનો પ્રવાસ નહી કરે. તો બીજી તરફ શ્રીલંકા ક્રિકેટ (SLC)એ ગુરૂવારે કહ્યું હતું કે ભારત સાથે જૂનમાં પ્રસ્તાવિત સીમિત ઓવરોની સીરીઝ કોરોના વાયરસના કારણે સ્થગિત કરી દેવામાં આવી છે. 


બીસીસીઆઇના એક નિવેદનમાં કહ્યું છે કે 'કોરોના વાયરસના ખતરાને જોતાં ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા અને ઝિમ્બાબ્વેનો પ્રવાસ નહી કરે. ભારતીય ટીમને 24 જૂનથી શ્રીલંકામાં 3 વનડે અને એટલી જ મેચોની ટી-20 સીરીઝ રમવાની હતી. તો બીજી તરફ 22 ઓગસ્ટથી ઝિમ્બાબ્વેમાં તેને 3 મેચોની વનડે સીરીઝ રમવાની હતી. બીસીસીઆઇએ તે પહેલાં 17મેના રોજ એક નિવેદન જાહેરાત કરી કહ્યું હતું કે બહાર ટ્રેનિંગ કરવાને લઇને સંપૂર્ણપણે સુરક્ષિત થયા બાદ જ બોર્ડ પોતાના કોન્ટ્રાક્ટ ખેલાડીઓ માટે ટ્રેનિંગ માટે કેમ્પનું આયોજન કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube