નવી દિલ્હીઃ ભારતમાં આ વર્ષે યોજાનાર વનડે વિશ્વકપ માટે દરેક ટીમો પોતાની તૈયારીઓ કરી રહી છે. આ મેગા ઈવેન્ટમાં કુલ 10 ટીમ ભાગ લેશે. વર્લ્ડ કપનું આયોજન 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી થવાનું છે. આ પહેલા ટીમ ઈન્ડિયા કેટલીક સિરીઝ રમશે. આ સમયે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે. જ્યાં તે બે ટેસ્ટ મેચ બાદ વનડે સિરીઝ રમી રહી છે. ત્યારબાદ ટીમ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 5 ટી20 મેચ રમશે. ટી20 સિરીઝમાં ભારતીય ટીમ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ઉતરશે. તમને જણાવી દઈએ કે આવતા વર્ષે ટી20 વિશ્વકપ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાશે. તે માટે બીસીસીઆઈ અત્યારથી ટીમની તૈયારી કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાની પાસે શાનદાર તક
વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાનાર ટી20 વિશ્વકપ અલગ રહેવાનો છે. ટી20 વિશ્વકપ 2024માં કુલ 20 ટીમ ભાગ લેશે. તે માટે 15 ટીમોએ ક્વોલિફાઈ કરી લીધુ છે. હાલમાં આવેલા ઈએસપીએન ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર ટી20 વિશ્વકપ 2024નું આયોજન 4 જૂનથી 30 જૂન સુધી થઈ શકે છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ પોતાની તૈયારી કરવી પડશે. ભારતીય ટીમ ટી20 વિશ્વકપ પહેલા કુલ 19 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. જેમાં ઘર અને વિદેશોમાં ટી20 સિરીઝ રમવાની છે. આવો ટી20 વર્લ્ડ કપ પહેલા એક નજર ટીમ ઈન્ડિયાના ટી20 મેચના કાર્યક્રમ પર કરીએ..


આ પણ વાંચોઃ તો શું સંન્યાસ લેશે Bhuvneshwar Kumar ? ઇંસ્ટાગ્રામ પર ફેરફારે વધારી ચર્ચા


ભારતનો કાર્યક્રમ
ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ (5 ટી20 મુકાબલા)- 3 ઓગસ્ટથી 12 ઓગસ્ટ (વિદેશી સિરીઝ
ભારત વિરુદ્ધ આયર્લેન્ડ (3 ટી20 મુકાબલા) 18 ઓગસ્ટથી 23 ઓગસ્ટ (વિદેશી સિરીઝ)
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (5 ટી20 મુકાબલા) 23 નવેમ્બરથી 3 ડિસેમ્બર (હોમ સિરીઝ)
ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા (3 ટી20 મુકાબલા) TBA (વિદેશી સિરીઝ)
ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન (3 ટી20 મુકાબલા) 29 જાન્યુઆરીથી 7 માર્ચ (હોમ સિરીઝ)


આઈપીએલ 2023

હાર્દિકને મળી શકે છે કમાન
ભારતીય ટીમ પાસે ટી20 વિશ્વકપ પહેલા તૈયારી પૂરી કરવાનો પૂરતો સમય છે. તો વર્લ્ડ કપ પહેલા ભારતમાં આઈપીએલ 2024 પણ રમાશે, જ્યાં ખેલાડીઓ પોતાની તૈયારી મજબૂત કરી શકે છે. બીસીસીઆઈ આ ટી20 વિશ્વકપમાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ મોકલી શકે છે. હાર્દિકે કેપ્ટન તરીકે ટી20માં સારૂ પ્રદર્શન કર્યું છે. તે આઈપીએલમાં પણ ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube