નોર્થ સાઉન્ડ (એન્ટીગા): ભારતીય ટીમ ગુરૂવારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં પહેલીવાર નંબર વાળી જર્સી પહેરીને ઉતરશે. ભારતીય ટીમના કેટલાક સભ્યોએ સોશિયલ મીડિયા પર પોત-પોતાની નંબર વળી જર્સી પ્રશંસકો સાથે શેર કરી છે. કેપ્ટન વિરાટ કોહલી 18 નંબરની જર્સીમાં જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયામાં જાહેર થયેલી નવી ટેસ્ટ જર્સીમાં ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, લોકેશ રાહુલ, રવીન્દ્ર જાડેજા અને મયંક અગ્રવાલ જર્સી પહેરતા દેખાઈ રહ્યાં છે. કોહલી સિવાય અંજ્કિય રહાણે (03), રોહિત શર્મા (45), રિષભ પંત (17), જાડેજા (08), મોહમ્મદ શમી (11), પૂજારા (25), ઇશાંત શર્મા (97), આર અશ્વિન (99), મયંક (14), કુલદીપ યાદવ (23) અને હનુમા વિહારી (44) નંબર વાળી જર્સીમાં જોવા મળશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ટેસ્ટમાં લોકોનો ઉત્સાહ વધારવા માટે આ ફોર્મેટમાં પણ નંબર વાળી જર્સીને લાગૂ કરી છે. 

વિશ્વકપ ફાઇનલમાં ઓવરથ્રોને ડેડ બોલ આપવાની જરૂર હતીઃ વોર્ન

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ વિરાટ કોહલીની આગેવાનીમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 2 મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. વેસ્ટ ઈન્ડિઝે ભારત વિરુદ્ધ છેલ્લે ટેસ્ટ મેચ 2002મા જીતી હતી. ત્યારબાદથી તે ભારત વિરુદ્ધ કોઈપણ ટેસ્ટ જીતી શક્યું નથી. વેસ્ટ ઈન્ડિઝનો તે પ્રયત્ન હશે કે પોતાની ધરતી પર આ હારના સિલસિલાને પૂરો કરે. પરંતુ ટેસ્ટ સિરીઝમાં વિશ્વની નંબર એક ટીમ ભારતને હરાવવી વિન્ડીઝ માટે સરળ કામ નથી.