ગ્વાલિયરઃ India vs Bangladesh Gwalior T20 Match: ભારતે બાંગ્લાદેશને ટી20 સિરીઝના પ્રથમ મેચમાં 7 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારત માટે હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવે આક્રમક બેટિંગ કરી હતી. મેચની વાત કરીએ તો બાંગ્લાદેશ પ્રથમ બેટિંગ કરતા 19.5 ઓવરમાં 127 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. જેના જવાબમાં ભારતે માત્ર 11.5 ઓવરમાં લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની વિસ્ફોટક શરૂઆત
ટીમ માટે અભિષેક શર્મા અને સંજૂ સેમસન ઓપિંગ કરવા આવ્યા હતા. પરંતુ અભિષેક જલ્દી રનઆઉટ થઈ ગયો હતો. તેણે 7 બોલમાં 2 ચોગ્ગા અને 1 સિક્સની મદદથી 16 રન બનાવ્યા હતા. સંજૂ સેમસને 19 બોલમાં 29 રન ફટકાર્યા હતા. તેણે છ ચોગ્ગા માર્યા હતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ આક્રમક બેટિંગ કરી હતી. સૂર્યાએ 14 બોલમાં 29 રન બનાવ્યા હતા. આ દરમિયાન ત્રણ ફોર અને બે સિક્સ ફટકારી હતી. 


હાર્દિક પંડ્યા અને નીતીશ રેડ્ડી મળી ભારતને જીત અપાવી હતી. હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 5 ફોર અને બે સિક્સ સાથે અણનમ 39 રન બનાવ્યા હતા. જ્યારે નીતીશ રેડ્ડીએ 15 બોલમાં એક સિક્સ સાથે અમનમ 16 રન બનાવ્યા હતા.


બાંગ્લાદેશની ટીમ પ્રથમ બેટિંગ કરતા 19.5 ઓવરમાં 127 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન મેહદી હસન મિરાઝે 35 રન બનાવ્યા હતા. તેણે 32 બોલનો સામનો કરતા ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન શાંતોએ 25 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું. તેણે એક ફોર અને એક સિક્સ ફટકારી હતી. તસ્કીન અહમદે 12 તો લિટન દાસ 4 રન બનાવી આઉટ થયા હતા. 


અર્શદીપ-વરૂણે લીધી 3-3 વિકેટ
ભારત માટે અર્શદીપ સિંહે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 14 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. તો વરૂણ ચક્રવર્તીએ 31 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. હાર્દિક પંડ્યા અને વોશિંગટન સુંદરને પણ એક-એક વિકેટ મળી હતી. મયંક યાદવે પણ શાનદાર પર્દાપણ કર્યું છે. તેણે 4 ઓવરમાં 21 રન આપી એક બેટરને આઉટ કર્યો હતો.