નવી દિલ્હી :  ટીમ ઇન્ડિયાએ ભલે આયલૈંડ વિરૂદ્ધની ટી-20 સિરીઝની પહેલી બે મેચ જીતી લીધી હોય પણ આયરિશ બોલરે ભારત વિરૂદ્ધ જબરદસ્ત  બોલિંગ કરીને બધાનું દિલ જીતી લીધું છે. આયરિશ બોલર પીટર ચેજે ભારત વિરૂદ્ધ 4 ઓવર ફેંક્યા અને માત્ર 35 રન આપીને 4 વિકેટ મેળવી લીધા હતા. ભારતીય બોલરોએ એ બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો દેખાડી દીધો જેની સામે દુનિયાના મોટામોટા બોલર્સ ધ્રુજે છે. 


આ આઇરિશ બોલરે ટીમ ઇન્ડિયાના એ ટોપ 4 બોલર્સની વિકેટ લીધી છે જેને આઉટ કરવાનું સપનું દરેક બોલર જુએ છે. પીટર ચેજે દુનિયાની સૌથી ખતરનાક 'ચોકડી' વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના અને રોહિત શર્માને આઉટ કરીને પેવેલિયનનો રસ્તો દેખાડી દીધો હતો. પીટરે વન-ડે ક્રિકેટમાં ત્રણ ડબલ સેન્ચુરી બનાવનાર દુનિયાના એકમાત્ર બેટ્સમેન રોહિત શર્માને 97 રનમાં, મહેન્દ્ર સિંહ ધોનીને 11 રનમાં, વિરાટ કોહલીને ઝીરો રનમાં તેમજ સુરૈશ રૈનાને 10 રન પર આઉટ કરી દીધા હતા. 


રમતજગતના સમાચાર જાણવામાં કરો ક્લિક...