નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. અહીં તેણે જીતનો સ્વાદ પણ ચાખી લીધો છે. પરંતુ પ્રવાસમાં જે નવા ખેલાડીઓને જગ્યા મળી છે તેમની ટીમના સિનિયર ખેલાડીઓએ ખુબ મજા લીધી અને તેમને ખુરશી પર ઊભા કરીને તેમની સાથે સવાલ જવાબ પણ કર્યાં. સારી વાત તો એ રહી કે નવા સામેલ થયેલા ખેલાડીઓએ પણ આ અંગે મજા લીધી. ટીમના નવા ખેલાડીઓને સીનિયર ખેલાડીઓ દ્વારા કરાયેલા સવાલ જવાબ કોચ રવિ શાસ્ત્રીની સામે જ થયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી પહેલા વારો આવ્યો ઝડપી બોલર દીપક ચહરનો. ચહરને ખુરશી પર ઊભો રાખીને પૂછવામાં આવ્યું કે તે ક્યાંથી છે અને કેવું લાગી રહ્યું છે. ચાહરે જવાબ આપ્યો કે 'મારું નામ દીપક ચહર છે. હું આગરાથી છું અને આમ તો રાજસ્થાન તરફથી રમુ છું. ટીમ ઈન્ડિયા તરફથી રમવું બધાનું સપનું હોય છે. તમારા બધાની સાથે રમીને સારું લાગશે.'



દીપક ચહર બાદ ક્રુણાલ પંડ્યાનો વારો આવ્યો. ખુરશી પર ચઢતા જ ક્રુણાલે કહ્યું કે મને ખુબ સારું લાગી રહ્યું છે. ત્યારબાદ પાછળથી કેટલાક ખેલાડીઓ બોલ્યા કે પહેલા તમારું નામ બતાવો. ત્યારબાદ તેણે કહ્યું કે મારુ નામ ક્રુણાલ પંડ્યા છે. હું વડોદરા, ગુજરાતથી છું, જે ભારતમાં છે. 



અત્રે જણાવવાનું કે ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 3 ટી-20, 3 વનડે અને 5 ટેસ્ટ મેચ રમાવવાની છે. ટી 20 સીરિઝની શરૂઆત થઈ ગઈ છે. જેની પહેલી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવી દીધુ હતું. ઈંગ્લેન્ડમાં ભારતની આ પહેલી ટી20 જીત હતી.