કોલકત્તાઃ વિશ્વ ક્રિકેટમાં અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાને ચોકર્સ સમજવામાં આવી રહ્યું હતું, પરંતુ આ વખતે તે સેમિફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું હતું. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ચાર વર્ષથી આઈસીસીની મોટી ટૂર્નામેન્ટોમાં 'ચોકર્સ' સાબિત થતી જાય છે અને તે નોકઆઉટમાં પહોંચીને બહાર થઈ જાય છે. વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા આઈસીસી વિશ્વ કપ-2019ની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ ટીમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રને હારીને એકવાર ફરી નોકઆઉટમાંથી બહાર થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂર્નામેન્ટના લીગ રાઉન્ડમાં ટીમ શાનદાર રહી અને તે ઈંગ્લેન્ડ સામે હારવા છતાં 10 ટીમોના પોઈન્ટ ટેબલમાં 9 મેચમાં 7 જીતની સાથે 15 પોઈન્ટને કારણે પ્રથમ ક્રમે રહી હતી. બીજીતરફ ન્યૂઝીલેન્ડની ટીમ લીગ રાઉન્ડમાં ચોથા સ્થાને રહીને સેમિફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેણે રોમાંચક મુકાબલામાં ભારતને 18 રને હરાવ્યું હતું. 


વિશ્વકપ-2015 સેમિમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય
આજ રીતે 2015ના વિશ્વ કપ સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 95 રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 328 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને ભારતને લક્ષ્યથી ઘણે દૂર રોકી દીધું હતું. 


ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાક સામે હાર
2017ની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં પણ ભારતને કટ્ટર વિરોધી પાકિસ્તાન સામે 180 રનથી શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ભારતને 339 રનનો વિશાળ લક્ષ્ય આપ્યો, પરંતુ બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે ટીમ લક્ષ્યથી દૂર રહી હતી. 

સેમિફાઇનલમાં હારથી નિરાશ રોહિત શર્માએ કહ્યું- મારૂ મન ભારે છે, તમારૂ પણ હશે

T20 વર્લ્ડ કપ સેમિમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હાર
2016ના ટી20 વિશ્વ કપમાં પણ વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમ ચોકર્સ સાબિત થઈ જ્યારે તે 192 રનનો વિશાળ સ્કોર બનાવવા છતાં આ લક્ષ્યનો બચાવ ન કરી શકી અને વેસ્ટ ઈન્ડિઝ સામે તેણે સાત વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.