કોલકત્તાઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 અને વનડે સિરીઝ માટે ગુરુવારે પસંદગીકારોએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે, પરંતુ બંન્ને સિરીઝ માટે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને સ્થાન મળ્યું નથી. સીમિત ઓવરના વાઇસ કેપ્ટન રોહિત શર્માને બંન્ને સિરીઝમાં રાખવામાં આવ્યો છે. પહેલા તેને સિરીઝથી આરામ આપવાની વાત સામે આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશ બાદ ટીમ ઈન્ડિયા વધુ એક ઘરેલૂ સિરીઝ માટે તૈયાર છે. હવે ટીમ ઈન્ડિયાએ વિન્ડીઝનો સામનો કરવાનો છે. વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસની શરૂઆત 6 ડિસેમ્બરથી થશે. ગુરૂવારે કોલકત્તામાં ભારતીય પસંદગી સમિતિએ ત્રણ મેચોની ટી20 અને વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. 


ટી20 માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, વોશિંગટન સુંદર, રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર. 


વનડેઃ ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર. 


IND vs BAN 2nd Test: પિંક બોલના રોમાંચ વચ્ચે ક્વીન સ્વીપ પર ટીમ ઈન્ડિયાની નજર


આ છે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સિરીઝનો કાર્યક્રમ


6 ડિસેમ્બર 2019 - પ્રથમ ટી20, મુંબઇ


8 ડિસેમ્બર 2019 - બીજી ટી20, તિરુવનંતપુરમ


11 ડિસેમ્બર 2019 - ત્રીજી ટી20, હૈદરાબાદ


15 ડિસેમ્બર 2019 - પ્રથમ વનડે, ચેન્નાઈ


18 ડિસેમ્બર 2019 - બીજી વનડે, વિશાખાપટ્ટનમ


22 ડિસેમ્બર 2019 - ત્રીજી વનડે, કટક


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube