મેસીના આંસુ કરોડોમાં વેચાઈ રહ્યા છે, જે ટિશ્યૂ પેપરથી આંખો લૂછી હતી તેની હરાજી કરવામાં આવી
હકીકતમાં એક અજાણી વ્યક્તિએ દાવો કર્યો કે તેણે મેસી દ્વારા ઉપયોગ કરાયેલા ટિશ્યૂને ભેગા કર્યા છે અને આ ટિશ્યૂ મોંઘા ભાવે વેચવા માટે એક ઓનલાઇન જાહેરાત પણ આપી છે.
નવી દિલ્હીઃ લિયોનેલ મેસીની ગણના વિશ્વના સૌથી ધનવાન ખેલાડીઓમાં થાય છે. હવે તેના આંસુનું એક-એક ટીપું પણ કિંમતી થઈ ગયું છે, ત્યારે તે ટિશ્યૂ પેપરની કિંમત કરોડોમાં પહોંચી ગઈ જેનો ઉપયોગ મેસીએ કર્યો હતો. ટિશ્યૂ વેચનાર વ્યક્તિએ દાવો કર્યો કે મેસીના જિનેટિક પણ આ ટિશ્યૂમાં સામેલ છે, જેનાથી લોકોને ફુટબોલ ખેલાડીનો ક્લોન બનાવવામાં મદદ મળશે.
શું છે આ મામલો
મેસીએ જ્યારથી સમજતો થયો ત્યારથી તે સ્પેનિશ ક્લબ બાર્સિલોનાનો ભાગ હતો. 34 વર્ષના આ આર્જેન્ટીનાના ફુટબોલરે જીવનના 21 વર્ષ બાર્સિલોના સાથે પસાર કર્યા બાદ થોડા દિવસ પહેલા ક્લબને અલવિદા કહ્યું હતું. આ ક્ષણ તેના માટે ભાવુક હતી. મીડિયા સાથે વાત કરતા તે રડવા લાગ્યો. તેની આંખમાંથી આંસુ આવી ગયા. આ દરમિયાન તેની પાર્ટનર એન્ટોનેલા પણ હાજર હતી. નમ આંખોને સાફ કરવા માટે તેણે મેસીને ટિશ્યૂ પેપર આપ્યું હતુ, જે હવે આશરે 7.43 કરોડ રૂપિયામાં વેચાય રહ્યું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube