અમદાવાદઃ આઈપીએલ 2024ના 45માં મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટક્કર થઈ હતી. આ મેચમાં આરસીબીએ આસાનીથી જીત મેળવી છે. મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીત્યો અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલી જીતીએ 20 ઓવરમાં 3 વિકેટે 200 રન ફટકાર્યા હતા. ત્યારબાદ રનચેઝ કરતા આરસીબીએ 16 ઓવરમાં 1 વિકેટ ગુમાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. આરસીબીની જીતમાં વિલ જેક્સે શાનદાર સદી ફટકારી હતી. જેક્સની સદી સાથે આઈપીએલમાં એક ખાસ રેકોર્ડ પણ બની ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિલ જેક્સની સદીએ બનાવ્યો રેકોર્ડ
ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ વિલ જેક્સે શાનદાર ઈનિંગ રમી અને તેણે મેચમાં માત્ર 41 બોલમાં 100 રન ફટકાર્યા હતા. તેણે સદી ફટકારવા માટે સિક્સ ફટકારી જ્યારે તેની ટીમને જીત માટે માત્ર 1 રનની જરૂર હતી. તેની સદી સાથે એક ખાસ રેકોર્ડ પણ બની ગયો છે. આઈપીએલની આ સીઝનમાં સદી ફટકારનાર જેક્સ દસમો બેટર છે. તો આ સીઝનમાં કુલ 11 સદી લાગી છે. આ પહેલા ક્યારેય 10 બેટરોએ આઈપીએલની એક સીઝનમાં સદી ફટકારી નથી.


આઈપીએલ 2023 દરમિયાન 9 બેટરોએ સદી ફટકારી હતી. તે એક સીઝનમાં સૌથી વધુ બેટરો દ્વારા ફટકારવામાં આવેલી સદીનો રેકોર્ડ હતો, પરંતુ આ સીઝનમાં માત્ર 45 મેચમાં આ રેકોર્ડ તૂટી ગયો છે. આ સીઝનમાં હજુ પણ નવા બેટર સદી ફટકારી શકે છે. રાજસ્થાન રોયલ્સનો જોસ બટલર આ સીઝનમાં બે સદી ફટકારી ચૂક્યો છે. આ કારણ છે કે 10 બેટરોએ સદી ફટકારી છે અને કુલ 11 સદી લાગી છે.


આઈપીએલ 2024માં સદી ફટકારનાર બેટરોનું લિસ્ટ
યશસ્વી જયસ્વાલ
વિરાટ કોહલી
રોહિત શર્મા
જોસ બટલર - 2 સદી
માર્કસ સ્ટોઇનિસ
ટ્રેવિસ હેડ
જોની બેરસ્ટો
રૂતુરાજ ગાયકવાડ
સુનીલ નારાયણ
જેક જેક્સ