વોશિંગટનઃ રૂસના ડેનિલ મેડવેડેવે સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટના પુરૂષ સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. મેડવેડેવે રવિવારે રમાયેલી ફાઇનલમાં બેલ્જિયમના ડેવિડ ગોફિનને  7-6(3), 6-4થી પરાજય આપીને ટ્રોફી પોતાના નામે કરી હતી. બીજી તરફ મહિલા સિંગલ્સમાં અમેરિકાની મેડિસન કીજે ટાઇટલ જીત મેળવી હતી. ડેનિલ મેડવેડેવનું આ પ્રથમ એટીપી માસ્ટર્સ ટાઇટલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું નિઃશબ્દ છું: મેડવેડેવ
મેડવેડેવે ટાઇટલ જીત્યા બાદ કહ્યું, 'આ જીત માટે મારી પાસે શબ્દો નથી. મારી મહેનત આખરે સફળ થઈ. હું આટલા સમયથી ટાઇટલની પાછળ હતો. હું સતત છેલ્લી ત્રણ ફાઇનલ હાર્યો છું. તેથી આ જીત મારા માટે મહત્વની છે. 


કીજે જીત્યું બીજી ટાઇટલ
મહિલા સિગલ્સના ફાઇનલમાં કીજે રૂસની સ્વેતલાના કુજનેત્સોવાને  7-5, 7-6(5)થી હરાવીને સિઝનમાં પોતાનું બીજુ ટાઇટલ જીત્યું હતું. મેચ બાદ કીજે કહ્યું, 'આ ચોક્કસપણે અત્યાર સુધી મારા દ્વારા જીતવામાં આવેલું સૌથી મોટો ટાઇટલ છે. શરૂઆતમાં મારો ડ્રો ખુબ મુશ્કેલ હતો. પ્રથમ રાઉન્ડથી મે ઘણી મોટી ખેલાડીઓનો સામનો કર્યો હતો. મને ચોક્કસપણે લાગે છે કે આ સપ્તાહે હું ખુબ સારૂ રમી.'

વેસ્ટઇન્ડિઝ-એ સામે છવાયા ઈશાંત, ઉમેશ અને કુલદીપ, ટીમ ઇન્ડિયાની સ્થિતિ થઇ મજબૂત


સિનસિનાટી માસ્ટર્સમાં થયો મોટો અપસેટ
રોજર ફેડરર સિનસિનાટી માસ્ટર્ટમાં પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર-70 આંદ્રે રૂબલેવના હાથે અપસેટનો શિકાર થઈ ગયો હતો. ફેડરરને રૂસના આંદ્રે રૂબવેલે પ્રથમ બે સેટમાં 6-3, 6-4થી મેચ હારી ગયો હતો. મેચ હાર્યા બાદ રોજર ફેડરરે આંદ્રે રૂબલેવની પ્રશંસા કરી હતી. રૂબવેલે ફેડરરને એક કલાકમાં મેચ હરાવી દીધી હતી. છેલ્લા 16 વર્ષમાં ફેડરર ક્યારેય 1 કલાકની અંદર મુકાબલો હાર્યો નથી.