પેરિસઃ સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે કેનેડાના ડેનિસ શાપોવાલોવને હરાવીને પાંચમું પેરિસ માસ્ટર્સ ટાઈટલ પોતાને નામ કર્યું છે. આ સાથે જ જોકોવિચ દુનિયાનો નંબર-1 ખેલાડી બનવાની નજીક પહોંચી ગયો છે. જોકોવિચે રવિવારે માત્ર એક કલાક કરતાં પણ ઓછા સમયમાં6-3, 6-4 સાથે શાપોવાલોવને હરાવીને પોતાનું 34મું માસ્ટર્સ ટાઈટલ જીત્યું હતું. આ અગાઉ જોકોવિચે શાપોવાલોવને ગયા મહિને શાંઘાઈ માસ્ટર્સમાં સીધા સેટમાં 6-3, 6-3થી હરાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચ પછી જોકોવિચે કહ્યું કે, "મને લાગે છે કે આ ટૂર્નામેન્ટની મારી સર્વશ્રેષ્ઠ રમત હતી, જેમાં મારી સર્વિસ શ્રેષ્ઠ રહી હતી અને તેના કારણે મેચ પણ ટૂંકી રહી. મેં શાપોવાલોવને બીજી સર્વ પર દબાણ નાખ્યું. હું કોર્ટમાં ખુબ જ મજબૂત રહ્યો, તેમ છતાં તેણે મને વધુ તક આપી ન હતી."


નાદાલ અને જોકોવિચ વચ્ચે કાંટાની ટક્કર
જોકોવિચ એટેપી રેન્કિંગમાં હવે 1000 પોઈન્ટ ઉમેર્યા છે. હવે તેના કુલ 8945 પોઈન્ટ થઈ ગયા છે. તે હવે સ્પેનના રાફેલ નાદાલથી 640 પોઈન્ટ પાછળ છે, જેના અત્યારે 9585 પોઈન્ટ છે. નાદાલનું રેન્કિંગ હવે આ વર્ષમાં પ્રથમ વખત નંબર -1 થઈ જશે. 


આ મહિનાના અંતમાં આવશે રેન્કિંગ
નાદાલ સેમીફાઈનલમાં શાપોવલોવ સામેની મેચમાંથી ખસી ગયો હતો. નાદાલ લંડનમાં યોજાનારી એટીપી ફાઈન્સ માટે ભરપૂર પ્રેક્ટિસ કરવા માગે છે. એટીપી ફાઈનલ્સ 10 નવેમ્બરથી 17 નવેમ્બર વચ્ચે રમાશે અને ત્યાર પછી આ વર્ષનું એટેપી રેન્કિંગ જાહેર થશે. 


જુઓ LIVE TV....


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....