નોવાક જોકોવિચઃ એકમાત્ર ખેલાડી જેણે નડાલ-ફેડરરને સૌથી વધુ વખત હરાવ્યા, જાણો 10 રસપ્રદ વાતો
સર્બિયાનો નોવાક જોકોવિચે સ્પેનના રાફેલ નડાલને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું છે. આ તેનું 15મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે.
નવી દિલ્હીઃ ટેનિસ જગતમાં જ્યારે પણ પુરૂષ સિંગલ્સના દિગ્ગજોની વાત આવે છે તો રોજર ફેડરર અને રાફેલ નડાલનું નામ સૌથી પહેલા આવે છે. છેલ્લા 15-16 વર્ષમાં આ બંન્ને ખેલાડી અજેય છે... પરંતુ આ માત્ર એક મજબૂત છબીભર છે, જે તમારા મગજમાં જગ્યા બનાવી ચુકી છે. હકીકત તે છે કે હાલના સમયમાં એક એવો પણ ખેલાડી છે, તે જ્યારે આ બંન્ને દિગ્ગજોની સામે ઉતર્યો છે તો જીત સૌથી વધુ તેને મળી છે. આ ખેલાડી બીજો કોઈ નહીં, 2019ના ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open 2019) ચેમ્પિયન જોવાક જોકોવિચ (Novak Djokovic) છે. વર્લ્ડ નંબર-1 નોવાકે ફાઇનલમાં નડાલને હરાવ્યો હતો. હાલના દાયકામાં સૌથી શાનદાર ખેલાડી ફેડરર અને નડાલ પર ભારે પડનારા કેટલાક રેકોર્ડ અને રસપ્રદ જાણકારી...
1. સર્બિયાનો નોવાક જોકોવિચ વિશ્વનો નંબર-1 ટેનિસ ખેલાડી છે. તે એટીપી રેન્કિંગમાં 16,950 રેટિંગ પોઈન્ટ મેળવી ચુક્યો છે. તે આટલા પોઈન્ટ મેળવનારો એકમાત્ર ખેલાડી છે, સ્વિસ કિંગ રોજર ફેડરર અને સ્પેનિશ સ્ટાર રાફેલ નડાલ પણ આમ કરી શક્યા નથી.
2. વર્ષ 2010થી અત્યાર સુધી 37 ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ રમાઈ છે. તેમાંથી નોવાક જોકોવિચે સૌથી વધુ 14 ટાઇટલ જીત્યા છે. રાફેલ નડાલ 11 ખિતાબની સાથે બીજા અને ફેડરર (5) ત્રીજા સ્થાને છે. એન્ડી મરે અને સ્ટાનિસ્લાસ વાવરિંકા ત્રણ-ત્રણ અને મારિન સિલિચ એકવાર ચેમ્પિયન બન્યો છે.
3. નોવાક જોકોવિચ અને રાફેલ નડાલ વચ્ચે અત્યાર સુધી 53 મેચ રમાઈ છે. તેમાંથી 28માં જોકોવિચે વિજય મેળવ્યો છે. નડાલના નામે 25 જીત છે.
4. નોવાક જોકોવિચ અને રોજર ફેડરર વચ્ચે અત્યાર સુધી 47 મેચ રમાઈ છે. તેમાંથી 25 મેચ જોકોવિચના નામે રહ્યાં, જ્યારે ફેડરરે 22 મેચ જીતી છે. (આમાં તે મુકાબલો સામેલ નથી, જેમાં નોવાકને વોકઓવર મળ્યું હતું.)
(ફોટો સાભારઃ PTI)
5. નોવાક જોકોવિચ એકમાત્ર ખેલાડી છે, જેણા ચારેય ગ્રાન્ડસ્લેમ સતત જીત્યા છે. તેણે આમ 2015-2016 (ફેન્ચ ઓપન 2016, ઓસ્ટ્રેલિયન ઓપન 2016, યૂએસ ઓપન 2015 અને વિમ્બલ્ડન 2015)માં કહ્યું હતું. રોજર ફેડરર અને રાફેલ નડાલ ક્યારેય પણ સતત ચારેય ગ્રાન્ડસ્લેમ જીતી શક્યા નથી.
6. નોવાક જોકોવિચ અને રાફેલ નડાલ 15મી વાર કોઈ ટૂર્નામેન્ટમાં આમને-સામને થયા છે. તેમાંથી 10 વખત નોવાક ચેમ્પિયન બનીને બહાર આવ્યો, નડાલ તેનાથી અડધી ફાઇનલ જીતી શક્યો છે.
7. નોવાક જોકોવિચ વિશ્વનો એકમાત્ર ખેલાડી છે, જેણે 7 વખત ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું છે. રોજર ફેડરર અને રોય એમર્સન છ-છ વખત આ ટાઇટલની સાથે બીજા સ્થાને છે. રાફેલ નડાલ અહીં એકવાર ચેમ્પિયન બન્યો છે.
8. નોવાક એટીવી માસ્ટર્સ ટૂર્નામેન્ટમાં છેલ્લા 10 વર્ષ (2009થી અત્યાર સુધી)નો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. તેણે આ દરમિયાન 28 ટાઇટલ જીત્યા છે. આ દરમિયાન નડાલે 21 અને ફેડરરે 13 ટાઇટલ પોતાના નામે કર્યાં છે.
9. નોવાક જોકોવિચના નામે એક સિઝન (2015)માં સૌથી વધુ 10 એટીપી ટાઇટલ જીતવાનો રેકોર્ડ છે. તેના નામે સતત 18 એટીપી ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચવાનો રેકોર્ડ પણ છે.
10. નોવાક જોકોવિચના પરિવારે બીજા વિશ્વ યુદ્ધના સમયે પોતાના સંબંધીઓના ઘરમાં શરૂણ લીધું હતું. સંબંધીનું નામ નોવાક હતું, નોવાકનું નામ તે સંબંધીની યાદમાં રાખવામાં આવ્યું છે.
અને અંતમાં, 31 વર્ષના નોવાક જોકોવિચ સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવાના મામવામાં હજુ ત્રીજા સ્થાન પર છે. તેણે 15 ટાઇટલ જીત્યા છે. આ મામલામાં ફેડરર (20) પ્રથમ અને નડાલ (17) બીજા નંબર પર છે. જોકોવિચને તે ખ્યાલ છે કે નાનું દેખાતું આ અંતર ખૂબ મોટુ છે. તેથી ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા બાદ તેણે એક સવાલના જવાબમાં કહ્યું, હું રોજરના ટાઇટલની નજીક પહોંચવા ઈચ્છીશ.