મેલબોર્ન : કિંગ ઓફ ક્લેનાં નામે જાણીતા રફેલ નડાલે આજે નવો ઇતિહાસ રચી દીધો છે. આ ઇતિહાસ બાદ હવે તે કિંગ ઓફ ગ્રાન્ડસ્લેમ પણ કહેવાશે. રફેલ નડાલે 2022 નું ઓસ્ટ્રેલિયન ઓપન જીતી લીધી છે. આ સ્લેમ સાથે તેણે અથ્યાર સુધીમાં કુલ 21 ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. સ્પેનનો ખેલાડી રફેલ નડાલ ધરતી પરનો પ્રથમ ખેલાડી હશે જેણે આ ખિતાબ સ્થાપિત કરી દીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી 21 ગ્રાન્ડ સ્લેમ કોઇ પણ ખેલાડી જીતી શક્યો નથી. રોજર ફેડરર અને નોવાક જોકોવિચે 20-20 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતી ચુક્યાં છે. જો કે નડાલે આજે 21 મો ખિતાબ જીતીને ઇતિહાસ રચી દીધો છે. નડાલ ઓસ્ટ્રેલિયન ઓપન જીતતા પહેલા ફેડરર અને જોકોવિચની બરાબરી કરી હતી. હવે 21 મું ટાઇટલ ઓસ્ટ્રેલિયન ઓપનનું જીતીને અનોખો ઇતિહાસ રચી દીધો છે. તે પૃથ્વી પરનો પહેલો એવો ખેલાડી હશે જેણે 21 ગ્રાન્ડ સ્લેમ જીત્યા હોય.


રફેલ નડાલે રવિવારે મેલબોર્ડમાં રમાઇ રહેલી ફાઇનલમાં ડેનિલ મેદવેદેવને હરાવ્યો હતો. સાડા પાંચ કલાક ચાલેલી આ મેચ અનેક પ્રકારે ઐતિહાસિક રહી હતી. નડાલ આ મેચના પહેલા બે સેટમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જો કે જોરદાર રીતે પ્રતિકાર કર્યો અને 3 સેટ જીતીને ટ્રોફી પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube