લાહોરઃ શ્રીલંકાએ ડિસેમ્બરમાં પાકિસ્તાનમાં (pak vs sl) બે ટેસ્ટની સિરીઝ (test match) રમવાની ખાતરી કરી, જેથી દેશમાં એક દાયકા કરતા વધુ સમય બાદ ટેસ્ટ ક્રિકેટની (test cricket) વાપસી થશે. આ સિરીઝ હાલની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો (test world cup) ભાગ રહેશે. એકદિવસીય કેપ્ટન દિમુથ કરૂણારત્ને અને ટી20 કેપ્ટન લસિથ મલિંગા સહિત ટોચના 10 ખેલાડીઓ સુરક્ષાને કારણે હટ્યા છતાં શ્રીલંકાએ આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાકિસ્તાનમાં દ્વિપક્ષીય એકદિવસીય અને ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ રમી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી સિરીઝની પ્રથમ ટેસ્ટ 11થી 15 ડિસેમ્બર સુધી રાવલપિંડીમાં જ્યારે બીજી ટેસ્ટ 19થી 23 ડિસેમ્બર સુધી કરાચીમાં રમાશે. પીસીબીના ડાયરેક્ટર (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ) જાકિર ખાને કહ્યું, 'પાકિસ્તાનના ક્રિકેટ અને વિશ્વના કોઈ અન્ય દેશની જેમ સુરક્ષિત દેશના રૂપમાં તેની પ્રતિષ્ઠા માટે આ શાનદાર ખબર છે. રમતના મોટા ફોર્મેટ માટે ટીમ મોકલવા પર રાજી થવા માટે અમે શ્રીલંકાનો આભાર વ્યક્ત કરીએ છીએ.'


IND vs BAN: આર. અશ્વિનનો ધમાકો, કુંબલે અને ભજ્જીની ખાસ ક્લબમાં થયો સામેલ


ખાને કહ્યું કે, આ સમર્થનથી દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નિયમિત રૂપથી બીજીવાર શરૂ કરાવવાના પ્રયાસને મદદ મળશે. શ્રીલંકાએ જ 2009મા પાકિસ્તાનમાં છેલ્લી ટેસ્ટ રમી હતી. તે પ્રવાસ દરમિયાન લાહોરમાં આતંકીઓએ શ્રીલંકાની ટીમ પર હુમલો કર્યો હતો ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ટીમોએ ક્રિકેટ રમવા માટે પાકિસ્તાન આવવાની ના પાડી દીધી હતી. 


શ્રીલંકાએ શરૂઆતમાં ઓક્ટોબરમાં ટેસ્ટ સિરીઝ જ્યારે ડિસેમ્બરમાં સીમિત ઓવરોની સિરીઝ રમવાની હતી પરંતુ ટેસ્ટ સ્થળ વિશે નિર્ણય કર્યા પહેલા સુરક્ષાની સમીક્ષા કરવાની તક આપવા માટે બંન્ને સિરીઝની અદલા બદલી કરવામાં આવી હતી. શ્રીલંકાના મુખ્ય કાર્યકારી અધિકારી એશલે ડિસિલ્વાએ કહ્યું કે, પૂર્વના પ્રવાસના આધાર પર શ્રીલંકા ક્રિકેટ માને છે કે, સ્થિતિ ટેસ્ટ ક્રિકેટ માટે યોગ્ય છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube