પુણેઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝનો બીજો મુકાબલો પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પ્રથમ દિવસની રમતના અંતે 3 વિકેટ ગુમાવી 272 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી (63) અને અંજ્કિય રહાણે (18 રન) ક્રીઝ પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મયંક અગ્રવાલની બીજી ટેસ્ટ સદી
મયંક અગ્રવાલે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા આફ્રિકા વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. આ મયંકના ટેસ્ટ કરિયરની બીજી સદી છે. મયંક અગ્રવાલે 108 રન ફટકાર્યા, આ દરમિયાન તેણે 16 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. મયંક અગ્રવાલે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પણ સદી ફટકારી, અને તે તેને બેવડી સદીમાં પરિવર્તિત કરવામાં સફળ રહ્યો હતો. ત્યારે મયંકે 215 રન બનાવ્યા આ દરમિયાન તેણે 23 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. 


રબાડાએ મેળવી અનોખી સિદ્ધી, રોહિતને કર્યો આઠમી વખત આઉટ

કગિસો રબાડાએ ચેતેશ્વર પૂજારા (58)ને આઉટ કરીને ભારતનો બીજો ઝટકો આપ્યો હતો. આઉટ થતાં પહેલા પૂજારાએ મયંક સાથે બીજી વિકેટ માટે 138 રનની ભાગીદારી કરી હતી. પૂજારાએ 112 બોલમાં નવ ચોગ્ગા ફટકાર્યા હતા.