નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચેરમેન બૃજેશ પટેલે કહ્યુ કે, બીસીસીઆઈ (BCCI) આઈપીએલ માટે સપ્ટેમ્બર-ઓક્ટોબરની વિન્ડો પર ધ્યાન રાખી રહી છે, પરંતુ તે એશિયા કપ (Asia cup) અને ટી20 વિશ્વકપ (T20 World Cup) સ્થગિત થવા પર નિર્ભર કરે છે. આ સાથે તેમણે સંકેત આપ્યો કે આઈપીએલ વિશ્વમાં પણ આયોજીત કરી શકાય છે, કારણ કે ખાલી સ્ટેડિયમમાં સ્થાન મહત્વ રાખતુ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પટેલે પીટીઆઈને કહ્યુ, અમે સપ્ટેમ્બર,ઓક્ટોબરની વિન્ડોને જોઈ રહ્યાં છીએ. પરંતુ તે એશિયા કપ અને ટી20 વિશ્વકપ સ્થગિત થવા પર નિર્ભર રાખે છે. અમારે તે સમયે સરકારી દિશા-નિર્દેશોનું પણ પાલન કરવું પડશે. એશિયા કપ સપ્ટેમ્બર અને ટી20 વિશ્વકપ ઓક્ટોબરમાં યોજાવાનો છે. પરંતુ બંન્ને ટૂર્નામેન્ટ માટે હજુ સુધી કોઈ નિર્ણય થયો નથી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વિશ્વકપ પર નિર્ણય આગામી મહિને કરશે. 


ભારતમાં કોવિડ-19ના વધતા મામલાને જોતા આઈપીએલનું આયોજન વિદેશમાં પણ કરાવવાનો વિકલ્પ છે. સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ) અને શ્રીલંકાએ વિશ્વની સૌથી મોટી ટી20 લીગની યજમાનીમાં રસ દાખવ્યો છે. 


ભારતનો શ્રીલંકા પ્રવાસ રદ્દ, બંન્ને બોર્ડે સ્વીકાર્યું- હાલ મેચ રમવાની સ્થિતિ નથી  


પટેલે કહ્યુ, ભારતમાં તેને કરાવવાના પ્રયાસોને ચોક્કસપણે મહત્વ આપવામાં આવશે, પરંતુ બધુ તે સમયની સ્થિતિ પર નિર્ભર કરશે. શ્રીલંકાએ અમને યજમાનીની ઓફર કરી છે અને યૂએઈએ પણ, અમે નક્કી કરીશું કે ક્યાં રમી શકીએ છીએ. જો તમે દર્શકો વગર રમો તો તે મહત્વ રહેતું નથી કે ક્યા સ્થળે રમી રહ્યાં છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર