IPL Media Rights: 44075 કરોડમાં વેચાયા આઈપીએલના ટીવી અને ડિજિટલ રાઇટ્સ
આઈપીએલની 2023થી 2027ની સીઝન માટે બીસીસીઆઈને નવા બ્રોડકાસ્ટર મળી ગયા છે. રિપોર્ટ પ્રમાણે ડિજિટલ રાઇટ્સમાં રિલાયન્સે બાજી મારી છે, જ્યારે ટીવી રાઇટ્સ સોનીને મળ્યા છે. હવે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 2023થી 2027 સીઝન માટે નવા બ્રોડકાસ્ટર મળી ગયા છે. રિપોર્ટ પ્રમાણે આઈપીએલના ડિજિટલ રાઇટ્સ વાયકોમ-18એ ખરીદ્યા છે, જ્યારે ટીવી બ્રોડકાસ્ટિંગના રાઇટ્સ બીજી કંપનીને મળ્યા છે. બંને રાઇટ્સ 44,075 કરોડ રૂપિયામાં વેચાયા છે. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
પ્રાપ્ત વિગત અનુસાર આઈપીએલના ટીવી અને ડિજિટલ રાઇટ્સ વેચાઈ ગયા છે. વર્ષ 2023થી લઈને 2027 સુધીના રાઇટ્સ બે અલગ-અલગ કંપનીઓએ 44075 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. તેનાથી સ્પષ્ટ છે કે હવે આઈપીએલ અલગ ચેનલ અને ડિજિટલ એપ/વેબસાઇટ પર જોવા મળશે. આ મીડિયા રાઇટ્સ કુલ 410 મેચ માટે છે.
રિપોર્ટ પ્રમાણે આઈપીએલના ટીવી રાઇટ્સ સોની અને ડિજિટલ રાઇટ્સ વાયકોમ18 (રિલાયન્સ) ની પાસે ગયા છે. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે હજુ સત્તાવાર જાહેરાત કરી નથી.
આઈપીએલના મીડિયા રાઇટ્સની ચાલી રહેલા ઈ-ઓક્શનથી મોટી માહિતી સામે આવી છે. પાંચ વર્ષ માટે આઈપીએલના ટીવી રાઇટ્સ 57.5 કરોડ રૂપિયા અને ડિજિટલ રાઇટ્સ 48 કરોડ રૂપિયામાં વેચાયા છે. એટલે કે બીસીસીઆઈને ટીવી અને ડિજિટલ રાઇટ્સના ઓક્શનમાં પ્રતિ મેચ 107.5 કરોડ રૂપિયાની કમાણી થવાની છે.
આ કંપનીઓમાં જોવા મળી હતી ફાઇટ
આઈપીએલના મીડિયા રાઇટ્સ ખરીદવા માટે વાયકોમ 18, ડિઝ્ની+હોટસ્ટાર, સોની પિક્ચર્સ, ઝી ગ્રુપ, સુપર સ્પોર્ટ્સ, ટાઇમ્સ ઇન્ટરનેટ, ફન એશિયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube