રાજકોટ સ્ટેડિયમમાં ભાવુક દ્રશ્યો સર્જાયા! સરફરાઝ ખાનને ભારતની જર્સીમાં જોઈ પિતાની આંખો ભરાઈ
Sarfaraz Khan, India vs England 3rd Test: રાજકોટમાં ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ મેચ દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા છે. જી હા... ટેસ્ટમાં ડેબ્યુ કરી રહેલ સરફરાઝ ખાનની બેટિંગ સમયે તેણો પરિવાર સ્ટેડિયમમાં હતો અને તેણે ચેયર કરી રહ્યો છે
Sarfaraz Khan, India vs England 3rd Test: ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ડેબ્યૂ કરનાર ભારતીય બેટર સરફરાજ ખાને ટીમમાં મોકો મળતાં જ પોતાની કાબેલિયત દેખાડી દીધી છે. સરફરાજે વિસ્ફોટક બેટિંગ કરતા તેણે અડધીસદી ફટકારી દીધી છે.
રોહિત બાદ રવિન્દ્ર જાડેજાએ હોમ ગ્રાઉન્ડમાં ફટકારી સદી, તલવારબાજી અંદાજમાં કરી ઉજવણી
રાજકોટમાં ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ મેચ દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા છે. જી હા... ટેસ્ટમાં ડેબ્યુ કરી રહેલ સરફરાઝ ખાનની બેટિંગ સમયે તેણો પરિવાર સ્ટેડિયમમાં હતો અને તેણે ચેયર કરી રહ્યો છે. બીજી બાજુ સરફરાજ ખાને પહેલી જ મેચમાં વિસ્ફોટક બેટિંગ કરતા તેના પિતા ભાવુક થયા હતા. સરફરાઝે પહેલી વાર ટેસ્ટ મેચમાં ભારતની જર્સીમાં જોઈને પિતાના આંખોમાંથી આંસુ જોવા મળ્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે ગુજરાતના MP! નામાંકનની સાથે જ કયા 4 નેતાની જીત થઈ પાકી?
ડોમેસ્ટિક ક્રિકેટમાં રનોના વરસાદ કરનાર સરફરાજે લાંબા સમય બાદ આજે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો. મુંબઈના બેટરે આ મોકોનો ફાયદો ઉઠાવીને બેટિંગ કરી હતી અને માત્ર 48 બોલ પર અડધીસદી ફટકારી દીધી હતી. આ દરમિયાન તેણે સાત ચોગ્ગા અને એક સિક્સર પણ ફટકારી હતી. આ કોઈ પણ ભારતીય બેટર દ્વારા ડેબ્યૂ મુકાબલામાં લગાવવામાં આવેલી સૌથી ફાસ્ટ અડધીસદી છે. અગાઉ હાર્દિક પાંડ્યાએ પોતાની ડેબ્યૂ મેચમાં આ કારસ્તાન કરી હતી.
ગુજરાતમાં આ શું થવા બેઠું છે? જુથ અથડામણે એકનો જીવ લીધો! 30ના ટોળા સામે હત્યાનો ગુનો
સરફરાજ રવીન્દ્ર જાડેજાની સાથે મળીને પાંચમી વિકેટ માટે 70 રનોની ભાગેદારી કરી ચૂક્યા છે. જોકે, જાડેજા 97 અને સરફરાજ 57 રન બનાવીને ક્રીઝ પર છે.
ગુજરાતની આ યુનિવર્સિટીમાં LLBની પરીક્ષા અને ચેકિંગમાં ફેરફાર, 60 ટકા ઊચું પરિણામ