લંડનઃ ક્રિસ ગેલ અને લસિથ મલિંગાને ટી20 ફોર્મેટના મોટા ખેલાડીઓમાં ગણવામાં આવે છે, પરંતુ નવી લીગ ધ હંડ્રેડ (The Hundred)ની પ્રથમ સિઝનના પ્લેયર ડ્રાફ્ટમાં આ બંન્ને દિગ્ગજોને કોઈ ખરીદદાર મળ્યું નથી. એટલું જ નહીં, લીગના પ્રથમ રાઉન્ડના પ્લેયર ડ્રાફ્ટમાં હાલના ટી20 રેન્કિંગમાં પ્રથમ સ્થાને રહેલા પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમ (Babar Azam)ને પણ ખરીદવા કોઈ ટીમ રાજી થઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિગ્ગજોના તિરસ્કારની યાદી અહીં પૂરી થતી નથી. તેમાં ક્વિન્ટન ડિ કોક, કીરોન પોલાર્ડ, ડ્વેન બ્રાવો અને તમીમ ઇકબાલ જેવા ખેલાડીઓનું નામ પણ સામેલ છે. આઈસીસીના રિપોર્ટ્ પ્રમાણે ગેલ અને મલિંગાએ પોતાની બેઝ પ્રાઇઝ 125,000 પાઉન્ડ રાખી હતી. મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર અને કગિસો રબાડાએ પણ આટલી બેઝ પ્રાઇઝ રાખી હતી. 


ઓસ્ટ્રેલિયાના બે દિગ્ગજ મિશેલ સ્ટાર્ક અને સ્ટીવ સ્મિથને બેલ્સ ફાયરે ખરીદ્યા હતા. ડેવિડ વોર્નર પર સાઉદર્ન બ્રેવે દાવ લગાવ્યો છે. સ્ટીવ સ્મિથે ટ્વીટ કર્યું, 'આગામી વર્ષે રમાનારા ધ હંડ્રેડમાં વેલ્સ ફાયરનો ભાગ બનીને ખુશ છું.' અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને સૌથી પહેલા ખરીદવામાં આવ્યો હતો. તે ટ્રેન્ટ રોકેટ્સ તરફથી રમશે. આ ટીમમાં રાશિદની સાથે ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન જો રૂટ હશે. 


ધ હંડ્રેડ બોલ લીગ (100 ball cricket League)ના પ્રથમ રાઉન્ડના પ્લેયર ડ્રાફ્ટમાં આંદ્રે રસેલને સાઉદર્ન બ્રેવ અને સુનીલ નરેનને ઓવલ ઇનવિંસિવલે ખરીદ્યા છે. એરોન ફિન્ચ, મુઝીબ ઉર રહમાનનને નોર્દર્ન સુપરચાર્જર્સે પોતાની ટીમમાં સામેલ કર્યાં છે. ઇમરાન તાહિર, ડેન વિલાસને માન્ચેસ્ટર ઓરિજનલ્સ, ગ્લેન મેક્સવેલને લંડન સ્પ્રિટ અને લિયામ પ્લંકેટને બર્મિંઘમ ફોનિક્સે ખરીદ્યા છે. 

INDvsSA: ‘હિટમેન’ રોહિતે ડોન બ્રેડમેનને પાછળ છોડી બનાવ્યા ઘણા રેકોર્ડ


કુલ 570 ખેલાડી રવિવારે થયેલા પુરૂષોના ડ્રાફ્ટમાં સામેલ રહ્યાં હતા. તેમાં 239 વિદેશી અને 331 ઘરેલૂ ખેલાડી હતી. પ્રથમ રાઉન્ડમાં કુલ 96 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા છે. ધ હંડ્રેડ ફોર્મેટ આગામી વર્ષે જુલાઇમાં લોન્ચ થવાનું છે. આ લીગનું આયોજન પુરૂષ તથા મહિલા બંન્ને વર્ગો માટે કરવામાં આવશે. 


100 બોલ ક્રિકેટ ફોર્મેટમાં દરેક ટીમની ઈનિંગ 100 બોલની હશે. મેચમાં કુલ 200 બોલ ફેંકવામાં આવશે. આ ફોર્મેટમાં એક ઓવર છ બોલની નહીં હોય. એક બોલર સતત 10 કે 5-5 બોલના બ્રેકઅપમાં બોલિંગ કરશે. એક બોલર મેચમાં વધુમાં વધુ 20 બોલ ફેંકી શકશે.