દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આફ્રિકી ક્ષેત્રમાં કોવિડ-19નો નવો વેરિએન્ટ સામે આવ્યા બાદ આગામી વર્ષે યોજાનાર મહિલા વનડે વિશ્વકપ માટે હરારેમાં ચાલી રહેલ ક્વોલીફાયરને શનિવારે રદ્દ કરી દીધા, જેનાથી રેન્કિંગના આધાર પર પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશે ક્વોલીફાઈ કર્યું છે. દક્ષિણ આફ્રિકામાં નવા વેરિએન્ટની માહિતી મળ્યા બાદ વિશ્વભરમાં ડરનો માહોલ છે. જેથી ઘણા દેશોએ આફ્રિકી દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આઈસીસીએ કહ્યું- આઈસીસીએ કહ્યું કે, ટૂર્નામેન્ટ રોકવાનો નિર્ણય તે ચિંતાના આધાર પર લેવામાં આવ્યો છે કે ઓમીક્રોન વેરિએન્ટના વધ્યા બાદ તેમાં ભાલ લેનારી ટીમો પરત કેમ ફરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નિર્ણય નવ ટીમોના શરૂઆતી લીગ તબક્કાની ટૂર્નામેન્ટ દરમિયાન લેવામાં આવ્યો છે, જેનાથી ન્યૂઝીલેન્ડમાં રમાનાર વર્લ્ડ કપ 2022 માટે અંતિમ ત્રણ ક્વોલીફાયરની સાથે આઈસીસી મહિલા ચેમ્પિયનશિપના આગામી રાઉન્ડ માટે બે વધારાની ટીમોનો નિર્ણય થવાનો હતો. આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું- ક્વોલીફાયર પર હવે નિર્ણય ટીમ રેન્કિંગના આધાર પર લેવામાં આવશે, જેમ ટૂર્નામેન્ટ રમવાની શરતોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ હવે ન્યૂઝીલેન્ડમાં રમાનાર ટૂર્નામેન્ટમાં ક્વોલીફાય કરશે. 


આ પણ વાંચોઃ IND vs NZ 1st Test: ત્રીજી દિવસે અક્ષર પટેલે ભારતને કરાવી વાપસી, ફિરકીમાં ફસાઇ કીવી ટીમ


શનિવારે ત્રણમાંથી બે નિર્ધામિત મેચ- ઝિમ્બાબ્વે વિરુદ્ધ પાકિસ્તાન અને અમેરિકા વિરુદ્દ થાઈલેન્ડ- શરૂ થઈ ગઈ હતી પરંતુ દિવસની ત્રીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા શરૂ થઈ શકી નહીં કારણ કે શ્રીલંકા ટીમનો એક સહયોગી કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો છે. આઈસીસીના ટૂર્નામેન્ટ પ્રમુખ ક્રિસ ટેટલેએ કહ્યુ- અમે બાકી ટૂર્નામેન્ટને રદ્દ કરવાથી ખુબ નિરાશ છીએ પરંતુ આટલા ઓછા સમયમાં ઘણા આફ્રિકી દેશોમાં યાત્રા પ્રતિબંધને કારણે ગંભીર જોખમ હતું કે ટીમ સ્વદેશ પરત ફરવામાં અસમર્થ હશે. 


ચાર માર્ચથી ત્રણ એપ્રિલ સુધી ન્યૂઝીલેન્ડમાં રમાનાર વિશ્વકપ માટે ક્વોલીફાય કરનારી ટીમો ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ (યજમાન), પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ છે. નિવેદન અનુસાર- આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ (2022થી 2025) ના ત્રીજા ચક્રમાં ટીમોની સંખ્યા 8થી વધારી 10 કરી દેવામાં આવી છે, જેમાં ટીમો ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને આયર્લેન્ડ હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube