ધરમશાળાઃ ભારત અને દક્ષિણ આફ્રિકા (SA vs IND) વચ્ચે ધરમશાળા ટી-20 મેચ ટોસ કર્યા વિના રદ્દ કરી દેવામાં આવી છે. રવિવારે ધરમશાળામાં ભારે વરસાદને કારણે મેચ સંભવ ન થઈ શકી. વરસાદને કારણે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA)માં પાણી ભરાઇ ગયું હતું. ધરમશાળામાં રવિવારે બપોરે 1 કલાકથી સતત વરસાદ શરૂ હતો ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 સિરીઝનો બીજો મુકાબલો 18 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. ત્યારબાદ ત્રીજી મેચ 22 સપ્ટેમ્બરે બેંગલુરૂમાં રમાશે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારે વરસાદ બાદ મેદાન ભીનું હોવાને કારણે ટોસ ન થઈ શક્યો અને ન મેચમાં એક બોલ ફેંકાઇ શક્યો. સતત વરસાદને કારણે મેદાન પર પાણી ભરાઇ ગયું હતું. મેદાનકર્મી પરંતુ મેદાનમાંથી પાણી કાઢવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યાં હતા જેથી મેદાન રમવા લાયક બની શકે. પરંતુ બાદમાં ફરી વરસાદ થયો અને મેચ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 


ધરમશાળામાં શનિવારે બપોરે વરસાદ થયો હતો, તો રવિવારે પણ વરસાદ થયો હતો. પરંતુ આશરે ત્રણ કલાકે વરસાદ રોકાઇ ગયો હતો અને મેદાન પર કવર હતા. મહત્વનું છે કે છેલ્લે 2018મા આ બંન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝ રમાઇ હતી. ત્યારે ભારતે આફ્રિકાને તેના ઘરમાં 2-1થી પરાજય આપ્યો હતો.