વિરાટ કોહલી રન મશીન, પરંતુ સચિન તેંડુલકર ઓલ ટાઇમ બેસ્ટઃ બ્રાયન લારા
વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાએ વિરાટ કોહલીની તુલના રન મશીન સાથે કરી અને કહ્યું કે, જ્યાં સુધી તમામ ફોર્મેટમાં બેટિંગની વાત છે તો ભારતીય કેપ્ટન વિશ્વના બાકી ખેલાડીઓ કરતા ઘણો આગળ છે.
મુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાએ વિરાટ કોહલીની તુલના રન મશીન સાથે કરી અને કહ્યું કે, જ્યાં સુધી વિવિધ ફોર્મેટમાં બેટિંગની વાત છે તો ભારતીય કેપ્ટન વિશ્વમાં બાકી ખેલાડીઓથી વધુ આગળ છે. ભારતીય મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પરંતુ લારાના સર્વકાલિન પસંદગીના ખેલાડીઓમાં સામેલ રહેશે, પરંતુ તેમણે કહ્યું કે વર્તમાન યુગમાં કોહલી સર્વશ્રેષ્ઠ છે.
લારાને અહીં નેરૂલમાં ડીવાઈ પાટિલ વિશ્વવિદ્યાલય દ્વારા વિજ્ઞાનમાં માનદ ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે ત્યારબાદ કહ્યું, 'તે (કોહલી) એક (રન) મશીન છે, પરંતુ માફ કરશો સચિન તેંડુલકર મારી પસંદ બન્યો રહેશે.' લારાના નામે ટેસ્ટમાં સર્વાધિક સ્કોર 400 રન બનાવવાનો રેકોર્ડ હજુ પણ યથાવત છે.
તેમણે કહ્યું, પરંતુ તમારા સવાલ વિશે કહું તો તેમાં કોઈ શંકા નથી કે રમતના તમામ ફોર્મેટમાં વિરાટ કોહલી અને બાકી દુનિયા વચ્ચે ઘણું અંતર છે. રોહિત શર્માએ આ વિશ્વ કપમાં ચાર સદી ફટકારી હોય, જોની બેયરસ્ટો કે અન્ય કોઈપણ, પરંતુ જો તમે કોઈપણ ટી20, ટી20, 100 બોલ (ક્રિકેટ) કે ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ કરતો જોવા ઈચ્છશો તો આજે તે વિરાટ કોહલી હશે.
World Cup: ભારતીય ટીમ અને આઈસીસી વચ્ચે સુરક્ષાને લઈને વિવાદ વધ્યો
લારાએ કહ્યું, 'સચિનનો રમત પર જે પ્રભાવ છે, તે અવિશ્વસનીય છે, કારણ કે તેણે તે સમયમાં એવુ પ્રદર્શન કર્યું જ્યારે માનવામાં આવતું હતું કે ભારતીય બેટ્સમેન ભારતીય ધરતી અને ભારતીય પિચોની બહાર એટલું પ્રદર્શન ન કરી શકે, પરંતુ સચિન તેંડુલકર દરેક પિચ પર સારૂ કરતા હતા. પણ આજની વાત કરીએ તો તમામ ભારતીય બેટ્સમેન દરેક પિચ પર સારૂ પ્રદર્શન કરે છે. મને લાગે છે કારણ કે તેણે સચિન પાસેથી રમવાની રીત શીખી લીધી છે.'