India vs Australia: સુનીલ ગાવસ્કરે કહ્યુ, અંજ્કિય રહાણે પર કેપ્ટનશિપનો કોઈ દબાવ બશે નહીં
Ajinkya Rahane Captain: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ધર્મશાળામાં તેની આગેવાનીમાં ભારત જીત્યું અને પછી અફઘાનિસ્તાન વિરુદ્ધ જીત મેળવી હતી. તેમણે કહ્યું, `જ્યાં સુધી તેમની કેપ્ટનશિપનો સવાલ છે તો કોઈ દબાવ હશે નહીં કારણ કે તેને ખ્યાલ છે કે ત્રણ ટેસ્ટ મેચો માટે તે કાર્યવાહક કેપ્ટન જ હશે.`
નવી દિલ્હીઃ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરનું માનવુ છે કે વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ ત્રણ ટેસ્ટમાં જો અંજ્કિય રહાણને ભારતનું સુકાન સોંપવામાં આવે છે તો તેના પર કોઈ દબાવ હશે નહીં. કોહલી એડિલેડમાં રમાનારી પ્રથમ ટેસ્ટ બાદ પિતૃત્વ અવકાશ પર સ્વદેશ પરત ફરશે. બાકી ત્રણ ટેસ્ટમાં રહાણ ટીમની કમાન સંભાળશે તેવી આશા છે. ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટસ કાર્યક્રમ ગેમ પ્લાનમાં કહ્યું, અંજ્કિય રહાણે પર કોઈ દબાવ નથી કારણ કે તેણે બે વાર ભારતની કમાન સંભાળી અને જીત મેળવી છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ધર્મશાળામાં તેની આગેવાનીમાં ભારત જીત્યું અને પછી અફઘાનિસ્તાન વિરુદ્ધ જીત મેળવી હતી. તેમણે કહ્યું, 'જ્યાં સુધી તેમની કેપ્ટનશિપનો સવાલ છે તો કોઈ દબાવ હશે નહીં કારણ કે તેને ખ્યાલ છે કે ત્રણ ટેસ્ટ મેચો માટે તે કાર્યવાહક કેપ્ટન જ હશે.'
ગાવસ્કરે કહ્યુ, તેથી મને નથી લાગતું કે તે કેપ્ટનશિપને લઈને વધુ વિચારી રહ્યો હશે. રહાણેએ બંન્ને અભ્યાસ મેચોમાં ટીમની કમાન સંભાળી જે ડ્રો રહી. ગાવસ્કરે કહ્યુ, તે એટલી ઈમાનદારીથી કેપ્ટનશિપ કરશે, જેટલી બેટિંગ કરે છે. તે ક્રિઝ પર પૂજારાને વિરોધી પર દબાવ બનાવવાની તક આપશે અને ખુદ તેનો સાથ આપશે.
આ પણ વાંચોઃ AUS vs IND: ઓસ્ટ્રેલિયામાં ભારત 4-0થી ગુમાવી શકે છે ટેસ્ટ સિરીઝ, પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
પૂજારા 2018-2019માં રમાયેલી સિરીઝમાં 521 રન બનાવી પ્લેયર ઓફ ધ સિરીઝ હતો. ભારતે તે સિરીઝ 2-1 જીતી હતી. ગાવસ્કરનું માનવુ છે કે ભારતે જો આગામી સિરીઝમાં સારૂ પ્રદર્શન કરવુ છે તો પૂજારાએ લાંબી ઈનિંગ રમવી પડશે. તેમણે કહ્યુ, આગળ 20 દિવસના ટેસ્ટ ક્રિકેટમાંથી હું વિચારીશ કે તે 15 દિવસ બેટિંગ કરે. તે માનસિક રૂપથી એટલો મજબૂત છે કે તેનાથી કોઈ ફેર પડતો નથી કે તેણે કોઈ અન્ય ફોર્મેટ રમવું છે કે નહીં.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન મેથ્યૂ હેડને પણ પૂજારાની પ્રશંસા કરતા કહ્યુ, તેણે અમને ખુબ પરેશાન કર્યો. અમે એવી પેઢીમાં છીએ જ્યાં ખેલાડીને તેના સ્ટ્રોક્સ અને સ્ટ્રાઇક રેટ માટે પ્રશંસા કરીએ છીએ. તે તેવા ખેલાડીઓમાં છે જેની ટેસ્ટ ક્રિકેટમાં સ્ટ્રાઇક રેટ 45ની નજીક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube