નવી દિલ્હીઃ ભારતીય ટીમે વનડેમાં શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝ પોતાના નામે કરી હતી. વિદેશી ધરતી પર રમાયેલા આ છેલ્લા 10 વનડે મેચોની સમાપ્તિની સાથે વિશ્વકપ માટે ભારતીય ટીમ લગભગ નક્કી થઈ ગઈ ચે. આ વર્ષો યોજાનારા આઈસીસી વિશ્વકપ માટે પોતાની અંતિમ ટીમ મોકલવાની છેલ્લી તારીખ 23 એપ્રિલ છે અને તે પહેલા ભારતે પોતાની ધરતી પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચોની વધુ એક વનડે સિરીઝ રમવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેનો સીધો અર્થ છે કે ટીમમાં પસંદગીનો અંતિમ રાઉન્ડ હજુ બાકી છે અને ફાઇનલ 15માં પોતાનું સ્થાન પાક્કુ કરવા માટે ખેલાડીઓની પાસે આ અંતિમ તક હશે. સ્પર્ધા થશે માત્ર બે જગ્યા માટે. 


બેકઅપની શોધ
વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાના 13 ખેલાડીઓ લગભગ નક્કી થઈ ગયા છે. અંતિમ ઈલેવનની પસંદગી આ 13માંથી થશે. હજુપણ બે જગ્યા માટે ઘણા ખેલાડીઓ પોતાનો દાવો રજૂ કરી રહ્યાં છે. પરંતુ વાસ્તવિકતા છે કે માત્ર બે બેકઅપ ખેલાડીઓની જગ્યા બાકી છે. એક બેકઅપ ઓપનર અને બીજા બેકઅપ ફાસ્ટરની. વિશ્વકપ એક લાંબી ટૂર્નામેન્ટ હોય છે અને ઈજાનો ડર હંમેશા બન્યો રહેતો હોય છે. ટીમની પાસે મિડલ ઓર્ડરમાં બેકઅપ માટે ઘણી ખેલાડીઓ છે. બે વિકેટકીપર પણ છે અને કેદાર જાધવને ગણવામાં આવે તો ત્રણ સ્પીનરો પણ છે. 



વધારાના ફાસ્ટરની જરૂર
ટીમ ઈન્ડિયાનો મહત્વનો ખેલાડી જસપ્રીત બુમરાહ આરામમાં છે, પરંતુ તે અંતિમ ઈલેવનમાં પ્રથમ પસંદગી હશે. શમી પણ ફોર્મમાં આવી ગયો છે. સ્વિંગ માસ્ટર ભુવનેશ્વર શરૂઆતી વિકેટ ઝડપવામાં નિપુણ છે. ભારત જો ત્રણ ફાસ્ટર સાથે ઉતરવા ઈચ્છે તો આ ત્રણેય પ્રથમ પસંદગી હશે. 


આ સિવાય એક નિષ્ણાંત બોલરની બેકઅપ તરીકે જરૂર પડશે. તે માટે ઉમેશ યાદવ અને ખલીલ અહમદ બે મોટા દાવેદાર છે. ખલીલ અને ઉમેશનું છેલ્લુ પ્રદર્શન સારૂ રહ્યું નથી, પરંતુ ઉમેશની પાસે અનુભવ અને ગતિ છે તો ખલીલ લેફ્ટ આર્મ ફાસ્ટર છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી વનડે સિરીઝમાં બંન્નેને રમાડીને ટીમ મેનેજમેન્ટ નિર્ણય કરી શકે છે. 


ગિલની આશા જીવંત
ટીમમાં ઓપનિંગ તે જગ્યા છે, જ્યાં બેકઅપની જરૂર છે. આ જગ્યા માટે લોકેશ રાહુલ અને શુભમન ગિલ બે સૌથી મોટા દાવેદાર છે. ગિલનું પ્રદર્શન ન્યૂઝીલેન્ડમાં સારૂ રહ્યું નથી, પરંતુ ટીમ મેનેજમેન્ટને તેના પર વિશ્વાસ છે અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી સિરીઝમાં તેને જરૂર સ્થાન મળશે. જો તે સારૂ પ્રદર્શન કરે તો પ્રથમ પસંદ બની શકે છે. તો બોર્ડ રાહુલને ફોર્મમાં પરત આવવાની તક આવી રહી છે. તે અનુભવી છે અને ફોર્મમાં આવી જાય તો રોહિત અને ધવનના બેકઅપ તરીકે તેની પસંદગી થઈ શકે છે. 


ભાગ્યના સાથની જરૂર
ટીમ ઈન્ડિયામાં વિજય શંકર જેવા ખેલાડીઓ પણ છે જેનું પ્રદર્શન સંતોષજનક રહ્યું છે, પરંતુ રેસ એટલી મુશ્કેલ છે કે, તેને પણ 15માં જગ્યા બનાવવા માટે મુશ્કેલી થઈ રહી છે. આ સિવાય રિષભ પંત, રવિન્દ્ર જાડેજાને પણ પોતાના ભાગ્યની જરૂર છે. તેનું પ્રદર્શન ખરાબ રહ્યું નથી. જાડેજા અંતિમ-15માં પહોંચી શકતો નથી કારણ કે, કુલદીપ-ચહલની જોડી અત્યારે પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે અને તેના કારણે કોઈ ત્રીજો સ્પિનરની જગ્યા બનતી નથી. કંઇક આવું રિષભ પંતની સાથે છે. ટીમમાં ધોની અને કાર્તિક વિકેટકીપર તરીકે સામેલ છે અને આ બંન્નેની પાસે મેચ ફિનિશ કરવાનો પણ અનુભવ છે. 


વિશ્વકપ માટે લગભગ નક્કી છે આ 13 ખેલાડીઓ
ઓપનરઃ રોહિત, શિખર ધવન
મિડલ ઓર્ડરઃ વિરાટ કોહલી, અંબાતી રાયડૂ
વિકેટકીપરઃ દિનેશ કાર્તિક, એમએસ ધોની
ઓલરાઉન્ડરઃ હાર્દિક, કેદાર
સ્પિનરઃ કુલદીપ, યુજવેન્દ્ર ચહલ
ફાસ્ટરઃ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર.