IPL 2022 Mega Auction: આ બે ફાસ્ટ બોલર પર લાગશે સૌથી ઊંચી બોલી, થશે રૂપિયાનો વરસાદ
આઈપીએલ 2022ના મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) માં વિદેશી ફાસ્ટ બોલરોની વધુ ડિમાન્ડ રહે છે, તેવામાં આ બોલરો પર પૈસાનો વરસાદ થઈ શકે છે.
નવી દિલ્હીઃ આઈપીએલ 2022નું મેગા ઓક્શન(IPL 2022 Mega Auction) 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં યોજાશે. ઓક્શન પહેલાં તમામ ફ્રેન્ચાઇઝીએ પૂરી તૈયારી કરી લીધી છે. આ હરાજીમાં કેટલાક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થઈ શકે છે.
આ બે ફાસ્ટ બોલર પર થશે રૂપિયાનો વરસાદ
આઈપીએલ ઓક્શનમાં ફાસ્ટ બોલરોની ડિમાન્ડ વધુ રહેશે અને આ કારણ છે કે નવી અને જૂની ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે બિડિંગ વોર જોવા મળી શકે છે. આવો એક નજર કરીએ તે બે ફાસ્ટ બોલર પર જેને ઓક્શનમાં મોટી રકમ મળી શકે છે.
1. ટ્રેન્ટ બોલ્ટ
ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ પાછલા વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) નો મહત્વનો સભ્ય હતો. તેણે ટીમને શાનદાર સફળતા અપાવી છે. બોલ્ટે આઈપીએલમાં અત્યાર સુધી 62 મેચ રમી છે. આ દરમિયાન 26.09ની એવરેજ અને 8.39 ના ઇકોનોમી રેટ સાથે કુલ 76 વિકેટ ઝડપી છે. આ શાનદાર રેકોર્ડને જોતા બોલ્ટને ખરીદવા માટે ટીમોએ મોટી રકમ ચુકવવી પડશે.
આ પણ વાંચોઃ IND vs WI: ભારત સામે રમાનારી ટી20 સિરીઝ માટે વિન્ડીઝ ટીમ જાહેર, જાણો કોને મળી તક
2. પેટ કમિન્સ
પેટ કમિન્સને હાલમાં ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનો કેપ્ટ બનાવવામાં આવ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટનો નંબર-1 બોલર પણ છે. કમિન્સે આઈસીસી ટી20 વિશ્વકપમાં પણ સારૂ પ્રદર્શન કર્યુ હતું. તે અત્યાર સુધી કોલકત્તા નાઇટ રાઇડર્સ સાથે જોડાયેલો હતો. તે ફાસ્ટ બોલર ઉપરાંત લીડરશિપના રોલમાં પણ જોવા મળી શકે છે. પેટ કમિન્સને પણ આઈપીએલ હરાજીમાં કરોડો રૂપિયા મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube