નવી દિલ્હીઃ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી ટી20 વિશ્વકપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં રોહિત શર્મા સિવાય યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓને તક મળી છે, જેમાં હાર્દિક પંડ્યાનું નામ પણ સામેલ છે. હાર્દિકનું માત્ર નામ જ નહીં, તેને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિકને લઈને ચર્ચા હતી કે તેને ટી20 વિશ્વકપમાંથી બહાર કરવામાં આવી શકે છે. પરંતુ પસંદગીકારો અને કેપ્ટને હાર્દિકને પસંદ કરી માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. આઈપીએલમાં ભલે હાર્દિક પંડ્યા ફોર્મમાં ન હોય, પરંતુ તેને બસ એક સારી મેચની જરૂર છે. તેવામાં આવો જાણીએ હાર્દિક પંડ્યાને ટી20 વિશ્વકપ માટે પસંદ કરવો ટીમ મેનેજમેન્ટનો નિર્ણય કેટલો યોગ્ય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુશ્કેલ પરિસ્થિતિમાં કરે છે સારૂ પ્રદર્શન
ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની સ્થિતિ ખરાબ હતી. ટોપ ઓર્ડરમાં કોહલી, ધવન અને રોહિત ફેલ થયા હતા. તેવામાં મધ્યમક્રમમાં બેટિંગ કરવા પંડ્યા આવ્યો હતો. આ ફાઈનલમાં પાકિસ્તાનના બોલર ધમાલ મચાવી રહ્યાં હતા, પરંતુ હાર્દિકે એકલાએ મોરચો સંભાળ્યો હતો. હાર્દિકે આ મેચમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. ટીમ ઈન્ડિયા ખરાબ શરૂઆત બાદ મેચ જીતી શકતી હતી પરંતુ હાર્દિકને કોઈનો સાથ મળ્યો નહીં અને તે દુર્ભાગ્યરીતે રનઆઉટ થયો હતો. આ સિવાય પણ હાર્દિક અનેકવાર મેચ ફિનિશ કરવાનું કામ કરી ચૂક્યો છે. તેવામાં તેનો અનુભવ કામ આવી શકે છે.


નંબર-1 ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર
હાર્દિક વર્તમાન સમયમાં ટીમ ઈન્ડિયાના નંબર એક ફાસ્ટ બોલર ઓલરાઉન્ડરમાં સામેલ છે. હાર્દિકને તેની ફિટનેસનો સાથ મળ્યો નથી, બાકી તે દુનિયામાં અત્યાર સુધી છવાય ગયો હોત. આઈપીએલમાં હાર્દિક બેટિંગ સાથે બોલિંગ પણ કરી રહ્યો છે. અમેરિકા અને અમે વેસ્ટ ઈન્ડિઝની પિચથી મદદ મળવાની આશા છે. તેવામાં હાર્દિક બેટિંગમાં ઝડપી રન બનાવવાની સાથે બોલિંગમાં પણ ઉપયોગી થશે. 


આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ
હાર્દિક પંડ્યાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો લાંબો અનુભવ થઈ ગયો છે. તેવામાં કોઈ નવા ખેલાડીને હાર્દિકની જગ્યાએ સ્થાન મળ્યું હોત તો તે દબાવમાં ન રમી શકે. તેવામાં ટીમ મેનેજમેન્ટે હાર્દિકના અનુભવ પર દાવ લગાવ્યો છે. હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા માટે 92 ટી20 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે લગભગ 140ની સ્ટ્રાઇક રેટથી 1392 રન બનાવ્યા છે. તો બોલિંગમાં 73 વિકેટ પણ લીધી છે.


ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.


રિઝર્વઃ શુભમન ગિલ, રિંકૂ સિંહ, ખલીલ અહમદ અને આવેશ ખાન.