નવી દિલ્લીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની સમાપ્તિના લગભગ 10 દિવસ પછી ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ટી-20 સિરીઝનું આયોજન થવાનું છે. જેમાં અટકળ થઈ રહી છે કે આ સિરીઝમાં અનેક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. એવામાં આઈપીએલમાં હાલની સિઝનમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને આ સિરીઝ માટે ચાન્સ મળી શકે છે. આવો જાણીએ કયા ખેલાડીઓને તક મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. મોહસિન ખાન:
આઈપીએલની પોતાની ડેબ્યુ સિઝનમાં મોહસિન ખાને શાનદાર પ્રદર્શન કર્યુ છે. લખનઉ સુપર જાયન્ટ્સ માટે ઝડપી બોલર મોહસિન ખાને આઈપીએલની હાલની સિઝનમાં અત્યાર સુધીમાં 6 મેચમાં 10 વિકેટ ઝડપી છે. દિલ્લી કેપિટલ્સ સામે એક મેચમાં મોહસિને 16 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.


2. આવેશ ખાન:
લખનઉ સુપર જાયન્ટ્સના આ બોલરે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. આવેશે હાલની સિઝનમાં 10 મેચમાં 16 વિકેટ ઝડપી છે. આવેશે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ડેબ્યુ કર્યું હતું.


3. ઉમરાન મલિક:
જમ્મુ કાશ્મીરના ઝડપી બોલર ઉમરાન મલિકે આઈપીએલ 2022માં પોતાની સ્પીડથી ખેલાડીઓને ઘણા પરેશાન કર્યા છે. હાલની સિઝનમાં સનરાઈઝર્સના આ બોલરે 11 મેચમાં 15 વિકેટ ઝડપી છે. આ તોફાની બોલરને સાઉથ આફ્રિકા સામે સિરીઝમાં ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી શકે છે.


4. શિખર ધવન:
આઈપીએલ 2022માં શિખર ધવનનું બેટ જોરદાર રન બનાવી રહ્યું છે. ધવને પંજાબ કિંગ્સ માટે 11 મેચમાં 42.33ની એવરેજથી 381 રન બનાવ્યા છે. ધવને પોતાની છેલ્લી ટી-20 ઈન્ટરનેશનલ મેચ ગયા વર્ષે શ્રીલંકા સામે રમી હતી. જોકે હાલના ફોર્મને જોતાં ટીમ ઈન્ડિયામાં તેની વાપસી થઈ શકે છે.


5. હાર્દિક પંડ્યા:
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આઈપીએલ 2022માં પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. પંડ્યાએ 11 મેચમાં 41.62ની એવરેજથી 344 રન બનાવ્યા છે. પસંદગીકારો સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં હાર્દિક પંડ્યાના નામ પર વિચાર કરી શકે છે.