નવી દિલ્હીઃ ભારતે આજના દિવસે એટલે કે, 3 ફેબ્રુઆરી 2018ના દિવસે ચોથો આઈસીસી અન્ડર-19 વિશ્વકપ જીત્યો હતો. ભારતે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચ માઉન્ટ મોઉનગનુઈમાં રમાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય બોલરોએ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 216 રન પર રોકી દીધું હતું. સ્પિનર શિવા સિંહે 36 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે શાનદાર બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયાને 50 ઓવર પણ રમવા ન દીધી હતી. સિંહ સિવાય ઇશાન પોરેલ, કમલેશ નાગરકોટી અને અંકુર રોયે બે-બે વિકેટ લીધી હતી. 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેંગલુરૂ અને વિશાખાપટ્ટનમ ટી-20 મેચોની તારીખમાં ફેરફાર 


ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે કોઈ મેચ ન ગુમાવ્યો અને ફાઇનલમાં પણ ટીમને ફેવરિટ માનવામાં આવતી હતી. 217 રનનો લક્ષ્ય મોટો ન હતો અને પૃથ્વી શો અને મનજોત કાલરાની જોડીએ પ્રથમ વિકેટ માટે 71 રન જોડ્યા હતા. શો 29 રન બનાવી સદરલેન્ડના બોલ પર બોલ્ડ થયો હતો. ત્યારબાદ કાલરાનો સાથ આપવા શુભમન ગિલ આવ્યો હતો. ગિલે 31 રન બનાવ્યા અને સ્કોર 131 સુધી પહોંચાડ્યો હતો. તેના આઉટ થયા બાદ એક છેડે કાલરાએ ઝડપથી રન બનાવ્યા હતા. તેને વિકેટકીપર હાર્વિક દેસાઈનો સાથ મળ્યો જેણે અણનમ 47 રન ફટકાર્યા હતા. પરંતુ ભારતીય ઈનિંગનો હીરો રહ્યો મનજોત કાલરાએ જેણે 102 બોલ પર 101 રનની અણનમ ઈનિંગ રમી હતી. 



WI vs ENG: એન્ટીગા ટેસ્ટમાં રોચનો કમાલ, ત્રીજા દિવસે વિન્ડિઝે ઈંગ્લેન્ડને હરાવ્યું 

ભારતે આ પહેલા 2000, 2008 અને 2012માં પણ અન્ડર-19 વિશ્વકપ જીત્યો હતો. ગત વર્ષે વિશ્વકપ રમનારી ટીમમાંથી પૃથ્વી શો અને શુભમન ગિલ ભારતીય ટીમ માટે રમી ચુક્યા છે. શોએ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટમાં પર્દાપણ કર્યું તો ગિલ ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી વનડે શ્રેણીમાં પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરનો પ્રારંભ કર્યો હતો.