રોહિત શર્માથી પણ ખતરનાક છે ટીમ ઈન્ડિયાનો આ મશહૂર ક્રિકેટર; હવે ખતમ થવાના આરે છે તેની કારકિર્દી !
Rohit Sharma: ભારતનો એક એવો ક્રિકેટર છે, જે બેટિંગમાં હિટમેન રોહિત શર્માથી વધારે ખતરનાર છે. જોકે 25 વર્ષની ઉંમરમાં જ આ ખેલાડીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર પુરું થવાના આરે છે.
Team India Cricketer: ભારતનો એક એવો ક્રિકેટર છે જે બેટિંગમાં હિટમેન રોહિત શર્માથી વધારે ખતરનાક છે. જોકે 25 વર્ષની ઉંમરમાં જ આ ખેલાડીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર પુરું થવાની કંગાર પર પહોંચી ગયો છે. તેની બેટિંગ વિરોધી ટીમના બોલકોને હંફાવી દે છે, તેમ છતાં આ ક્રિકેટરને લાંબા સમયથી ભારત તરફથી રમવાની તક મળી નથી. પસંદગીકારો આ ખેલાડીને કોઈ મહત્વ આપી રહ્યા નથી. એવું લાગે છે કે આ ક્રિકેટરને દૂધમાં માખીની જેમ ફેંકી દેવામાં આવ્યો છે. મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગની બેટિંગની ઝલક પણ આ ખેલાડીની બેટિંગમાં જોઈ શકાય છે.
રોહિત શર્માથી પણ ખતરનાક છે ટીમ ઈન્ડિયાનનો આ મશહૂર ક્રિકેટર
વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો ઓપનર પૃથ્વી શોને છેલ્લા સાડા ત્રણ વર્ષથી ભારત માટે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો મોકો મળ્યો નથી. પૃથ્વી શો એવું સાબિત કરી ચૂક્યા છે કે તે હિટમેન રોહિત શર્માથી પણ વધારે ખતરનાક છે. પૃથ્વી શોની તે ઈનિંગ કોણ ભૂલાવી શકે? જ્યારે તેમણે 11 જાન્યુઆરી 2023ના રોજ અસમ વિરુદ્ધ રણજી ટ્રોફી મેચમાં 384 બોલમાં 379 રન ફટકાર્યા હતા. પૃથ્વી શોની આ વિસ્ફોટક ઈનિંગમાં 49 ચોગ્ગા અને 4 સિક્સર સામેલ હતી.
દયાની ભીખ માંગે છે બોલરો
સારા ફોર્મ અને ટેલેન્ટ હોવા છતાં પૃથ્વી શોને ટીમ ઈન્ડિયામાં મોકો મળી રહ્યો નથી, જે હાલ મોટા સવાલો ઉભા કરી રહ્યું છે. પૃથ્વી શો એટલી ઘાતક બેટિંગ કરે છે કે તેમની સામે વિરોધી ટીમના બોલરો દયાની ભીખ માંગતા નજરે પડે છે. પૃથ્વી શો એકલા દમે આખી મેચ પલટવામાં માહેર છે. છેલ્લે આ બેટર વર્ષ 2021માં શ્રીલંકા પ્રવાસમાં વનડે અને ટી20 સીરિઝમાં રમતો નજરે પડ્યો હતો. પૃથ્વી શોને સચિન તેંદુલકર અને વીરેન્દ્ર સહેવાગનું કોમ્બિનેશન માનવામાં આવે છે, જેની પાસે એકથી એક ચઢીયાતા શોટ્સ છે. પૃથ્વી શોએ ભારત માટે 5 ટેસ્ટ મેચોમાં 339 રન બનાવ્યા છે. પૃથ્વી શોએ 6 વનડે મેચોમાં 189 રન બનાવ્યા છે. 79 IPL મેચોમાં પૃથ્વી શોએ 1892 રન બનાવ્યા છે. ટેસ્ટમાં પૃથ્વી શોના નામે એક સદી પણ છે.
સચિન અને સહેવાગનો કોમ્બો
પૃથ્વી શોની વિસ્ફોટક બેટિંગમાં પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ અને મહાન બેટર સચિન તેંદુલકરની એક ઝલક જોવા મળે છે. પૃથ્વી શોની બેટિંગના અંદાજમાં સચિન અને સેહવાગનો કોમ્બો જોવા મળે છે. સચિન તેંદુલકર અને વીરેન્દ્ર સેહવાગ પણ શરૂઆતી ઓવરોથી વિસ્ફોટક બેટિંગ કરે છે અને ચારેબાજુથી રન બનાવે છે. તમને જણાવી દઈએ કે ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી કહી ચૂક્યા છે કે પૃથ્વી શોમાં સેહવાગ, સચિન અને લારાની ઝલક દેખાય છે. પૃથ્વી શો ડર રાખ્યા વિના ચારેબાજુથી રન બનાવે છે. પૃથ્વી શોને જો વધારેમાં વધારે મોકા મળ્યા તો તે દુનિયાના કોઈ પણ ખૂણામાં રન બનાવી શકે છે.
સિલેક્ટર્સ કેમ કરી રહ્યા છે નજરઅંદાજ
સિલેક્ટર્સ પૃથ્વી શો જેવા ધાકડ ઓપનપને યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલના લીધે સતત નજરઅંદાજ કરી રહ્યા છે. પૃથ્વી શો હાલના સમયમાં દુનિયાના સૌથી ખતરનાક યુવા બેટ્સમેનોમાંથી એક છે. આવનાર સમયમાં રોહિત શર્મા જ્યારે પણ સંન્યાસ લેશે તો ટીમ ઈન્ડિયાને એક નવા ઓપનિંગ બેટ્સમેનની જરૂર પડશે. આ જવાબદારી પૃથ્વી શો સંભાળી શકે છે. પરંતુ યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની હાજરીના કારણે સિલેક્ટર્સને પૃથ્વી શોની જરૂરિયાત દેખાતી નથી. આ બેટ્સમેન ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય છે. તેની બેટિંગે દરેક લોકોનું દિલ જીત્યું છે.
જીતાડી ચૂક્યો છે વર્લ્ડકપ
જોકે પૃથ્વી શોના સ્થાને સિલેક્ટર્સ યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલને સતત ટીમમાં પસંદ કરી રહ્યા છે. શુભમન ગિલ 2018 અંડર 19 વર્લ્ડકપમાં પૃથ્વી શોની કેપ્ટનશિપમાં રમી ચૂક્યા છે. પરંતુ મેન ટીમ ઈન્ડિયાથી હવે પૃથ્વી શોને સાઈડમાં ધકેલવામાં આવ્યો છે. પોતાની કેપ્ટનસિપમાં 2018 અંડર 19 વર્લ્ડકપ જીત્યા બાદ પૃથ્વી શોને વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે ઘણી વખત શાનદાર ઈનિંગ રમી છે.