બર્મિંઘમઃ એક વર્ષના પ્રતિબંધ બાદ ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં વાપસી કરી રહેલ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે આવતા એક ટેસ્ટ મેચમાં સતત બે સદી ફટકારી દીધી છે. આ દિગ્ગજ બેટ્સમેને આ વાપસીને પોતાનું 'ડ્રીમ કમબેક' ગણાવ્યું છે. સ્મિથે એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 144 રન બનાવ્યા અને બીજી ઈનિંગમાં 142 રન બનાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચ બાદ સ્મિથે કહ્યું, 'મારા માટે આ ડ્રીમ કમબેકની જેમ છે. મેં એક ટેસ્ટમાં બે સદી ક્યારેય ફટકારી નથી. આ ખાસ છે. અમે પાંચમાં દિવસે જે સ્થિતિમાં રહીને મેદાન પર ઉતરીશું તેનાથી પણ ખુશ છું. હું શરૂઆતમાં તે રીતે બોલને તે રીતે હિટ નતો કરી શકતો જે રીતે ઈચ્છી રહ્યો હતો. મેં તેના માટે કલાકો રાહ જોઈ જેથી હું લય હાસિલ કરી શકું.'


સ્મિથે કહ્યું કે, પ્રતિબંધ દરમિયાન તેનો પરિવાર અને તેના મિત્રો તેની સાથે ઉભા રહ્યાં જેથી તેને હિંમત મળી હતી. સ્મિથે કહ્યું, મારા ઘણા મિત્રો અને મારો પરિવાર મારી સાથે ઊભો રહ્યો અને મને મુશ્કેલ સમયમાંથી બહાર નિકળવામાં મદદ કરી હતી. મારી પત્ની દર્શકદીર્ધામાં બેઠી હતી અને જ્યારે મેં પ્રથમ સદી ફટકારી તો તે રોવા લાગી હતી.

રોહિત શર્માના નામે છે T20 આંતરરાષ્ટ્રીયમાં આ 5 રેકોર્ડ્સ  


સ્મિથ અને મેથ્યૂ વેડ (110)ની શાનદાર સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડની સામે 398 રનનો લક્ષ્ય રાખ્યો છે.