IND vs SA: ભારતે ODI શ્રેણી શરૂ થાય તે પહેલા જ જીતી લીધી? ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો દુશ્મન આઉટ થઈ ગયો છે
વનડે સીરીઝની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. એવું લાગે છે કે ODI શ્રેણી શરૂ થાય તે પહેલા જ ભારતે આ શ્રેણી જીતી લીધી છે. કારણ કે ટીમ ઈન્ડિયાની સૌથી મોટો દુશ્મન આ વનડે સિરીઝમાં નહીં રમે.
નવી દિલ્હી: ODI શ્રેણીની પ્રથમ મેચ આજે એટલે કે 19 જાન્યુઆરીએ પાર્લમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. વનડે સીરીઝની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. એવું લાગે છે કે ODI શ્રેણી શરૂ થાય તે પહેલા જ ભારતે આ શ્રેણી જીતી લીધી છે. કારણ કે ટીમ ઈન્ડિયાની સૌથી મોટો દુશ્મન આ વનડે સિરીઝમાં નહીં રમે.
ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો દુશ્મન આઉટ
જી હા, સાઉથ આફ્રિકાનો ખતરનાક ફાસ્ટ બોલર કાગીસો રબાડા ભારત સામેની 3 મેચની વનડે સીરીઝમાં નહીં રમે. કાગિસો રબાડાને આરામ આપવામાં આવ્યો છે. કાગીસો રબાડાનું ન રમવું ભારત માટે મોટું બોનસ પોઈન્ટ સાબિત થઈ શકે છે.
ICC પુરૂષ- મહિલા T20I ટીમ ઓફ ધ યરની જાહેરાત, ભારતની સ્મૃતિ મંધાનાને મળ્યું સ્થાન
ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA)એ નિવેદનમાં જણાવ્યું હતું કે, 'પેસ બોલર કાગિસો રબાડાને ભારત સામેની 3 મેચની ODI શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે, કારણ કે તેના પર છેલ્લા કેટલાક સમયથી કામનો બોજ છે અને અમે તેને આવતા મહિને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા સંપૂર્ણ રીતે ફ્રેશ રાખવા માંગ્યે છે."
મેચ પહેલા કોચની ઇચ્છા હતી કે ટીમ ઇન્ડિયા કરે SEX, પુસ્તકમાં કર્યો જબરદસ્ત ખુલાસો
દક્ષિણ આફ્રિકાના બોર્ડે જાહેરાત કરી
ક્રિકેટ સાઉથ આફ્રિકા(CSA) એ કહ્યું કે કાગીસો રબાડાના સ્થાને કોઈને પસંદ કરવામાં આવ્યા નથી, પરંતુ જ્યોર્જ લિન્ડેને સ્પિન બોલિંગનું વિકલ્પ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
સાનિયા મિર્ઝાએ કરી નિવૃત્તિની જાહેરાત, ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાર બાદ કહ્યું- હવે પહેલા જેવું નથી
દક્ષિણ આફ્રિકાની ટીમ
ટેમ્બા બાવુમા (c), કેશવ મહારાજ (vc), ક્વિન્ટન ડી કોક (wk), ઝુબેર હમઝા, માર્કો જેન્સન, જાનેમન મલાન, સિસાન્ડા મગાલા, એઇડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, વેઇન પર્નેલ, એન્ડીલે ફેહલુકવાયો, ડ્વેન પ્રિટોરિયસ, જ્યોર્જ લિન્ડે, તબરેઝ શમ્સી, રાસી વેન ડેર ડુસેન, કાયલ વેરેન.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube