Asia Cup 2022: ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી બનશે પાકિસ્તાનનો કાળ, `મેન ઓફ ધ મેચ`નો દાવેદાર
Asia Cup 2022: એશિયા કપ 2022 ની શરૂઆત 27 ઓગસ્ટથી UAE ની ધરતી પર રમાવા જઈ રહી છે. 28 ઓગસ્ટના ભારત તેની પહેલી મેચ સૌથી મોટા વિરોધી પાકિસ્તાન સામે રમશે. એશિયા કપ જીતવા માટે ભારત પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે.
Asia Cup 2022: એશિયા કપ 2022 ની શરૂઆત 27 ઓગસ્ટથી UAE ની ધરતી પર રમાવા જઈ રહ્યો છે. 28 ઓગસ્ટના ભારત તેની પહેલી મેચ સૌથી મોટા વિરોધી પાકિસ્તાન સામે રમશે. એશિયા કપ જીતવા માટે ભારતને પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે. પાકિસ્તાનની ટીમને ભારત સામેના મહામુકાબલામાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા નહીં પરંતુ આ એક ખેલાડીનો સૌથી વધારે ખતરો છે.
એશિયા કપમાં ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી બનશે પાકિસ્તાનનો કાળ
આ ખેલાડી બીજુ કોઈ નહીં પરંતુ ભારતનો સ્ટાર વિસ્ફોટક ઓપનર અને કેપ્ટન હિટમેન રોહિત શર્મા છે. એશિયા કપમાં પાકિસ્તાનની ટીમને કહોલીથી વધારે રોહિતથી ખતરો રહેશે. જો રોહિત શર્મા ઝડપથી રન બનાવે છે, તો તેનાથી રમતમાં મોટું અંતર ઉભું થઈ શકે છે.
આ પણ વાંચો:- શ્રીવલ્લીની Pushpa 2 નું શરૂ થઈ રહ્યું છે શૂટિંગ, જાણો ક્યારે રિલીઝ થશે અલ્લૂ અર્જૂનની ફિલ્મ
આ ખેલાડી કરી દેશે પાકિસ્તાનની ગેમ ઓવર
એશિયા કપમાં પાકિસ્તાનની સામે મેચમાં કેએલ રાહુલ અને દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા ઓપનિંગ કરવા માટે ઉતરશે. ત્યારે નંબર 3 માટે કેપ્ટન વિરાટ કહોલી ફિટ છે. જ્યારે ચોથા નંબર પર સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઉતરશે. ટીમ ઇન્ડિયાનો ટોવ ઓર્ડર જો આ બેટ્સમેનથી શણગારવામાં આવે તો ચોક્કસપણે પાકિસ્તાન સામે એક મોટો સ્કોર બનશે.
આ પણ વાંચો:- ગણેશ ચતુર્થી પર આ રાશિના જાતકો માટે ખુલશે ખુશીનો પિટારો, સાતમાં આકાશે રહેશે ભાગ્ય!
9 મહિના બાદ ભારત અને પાક આમને સામને
ભારત અને પાકિસ્તાનની ટીમ 9 મહિના બાદ એકબીજા સામે ટકરાશે. આ અગાઉ બંને ટીમો 2021 ટી20 વર્લ્ડ કપમાં ટકરાયા હતા. તે મેચમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. હવે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન પાસે બદલો લેવા માટે તૈયાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube