Team India: કોઈપણ ક્રિકેટ ટીમ માટે ઓલરાઉન્ડરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ઓલરાઉન્ડર ખેલાડી પોતાની મજબૂત બેટિંગ અને કિલર બોલિંગથી ટીમને જીતાડવાનો પ્રયાસ કરે છે. ભારતીય ટીમ હંમેશા કપિલ દેવ પછી સ્ટાર ઓલરાઉન્ડરને શોધવાનો પ્રયાસ કરતી રહી છે. લોકોએ ઘણા ખેલાડીઓને અજમાવ્યા, પરંતુ કોઈ પણ પસંદગીકારોની અપેક્ષાઓ પર ખરું ન ઉતરી શક્યું. આજે આપણે એક એવા ઓલરાઉન્ડર વિશે વાત કરીશું જે ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઓલરાઉન્ડર ટીમ ઈન્ડિયાની બહાર
ક્રિકેટમાં તોફાની બેટિંગ બતાવીને વિજય શંકરે ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવી હતી. બાદમાં પસંદગીકારોએ વિજયને 2019 ના વર્લ્ડ કપમાં પણ તક આપી પરંતુ ખરાબ પ્રદર્શનના કારણે કોઈનો વિશ્વાસ ન જીતી શક્યો અને તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર થવું પડ્યું.


ફિલ્મ કાલીના પોસ્ટર પર લાગ્યો વિવાદનો કલંક, પ્રચાર માટે ધાર્મિક ભાવનાઓ દુભવી


IPL 2022 માં ફ્લોપ
IPL 2022 માં વિજય શંકર સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. તેણે IPL 2022 ની ચાર મેચમાં માત્ર 19 રન બનાવ્યા અને એક પણ વિકેટ લીધી ન હતી. ક્રિકેટર વિજયને ગુજરાત ટાઈટન્સે 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે ભાગ્યે જ કોઈ ટીમ તેમને ખરીદવામાં રસ દાખવે છે.


ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને બીજી મેચમાં 10 વિકેટથી હરાવ્યું, વનડે સીરીઝમાં 2-0 થી બઢત


હાર્દિક પંડ્યાએ જગ્યા છીનવી લીધી
હાર્દિક પંડ્યાએ સારા પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી છે. જે બાદ પસંદગીકારોએ વિજય શંકરની અવગણના શરૂ કરી દીધી હતી. વિજય શંકર પણ IPL માં ગુજરાત ટાઈટન્સ તરફથી રમે છે, જેનો કેપ્ટન હાર્દિક પંડ્યા છે, તેમ છતાં હાર્દિકે તેને પ્લેઇંગ ઇલેવનમાં ઘણી તક આપી નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયામાં વિજય શંકરની વાપસી ઘણી મુશ્કેલ દેખાઈ રહી છે.


વિરાટનો ગુસ્સો ટીમને પડ્યો ભારે! લડાઈ બાદ જોનીએ બદલ્યો ગિયર અને...


કોહલીની કેપ્ટનશીપ હેઠળ ડેબ્યૂ
વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ વિજય શંકરે ડેબ્યુ કર્યું હતું. શંકરે ભારત માટે 12 વનડે અને 9 T20 મેચ રમી છે, જેમાં તે કરિશ્મા બતાવી શક્યો ન હતો અને તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર થવું પડ્યું હતું, પરંતુ હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube