બાંગ્લાદેશની બેટિંગ મજબૂત, ભારતને T20મા હરાવવાની શાનદાર તકઃ લક્ષ્મણ
ટી20 સિરીઝ બાદ બે મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે, જેમાં ઈડન ગાર્ડનમાં યજમાન ભારત 22 નવેમ્બરથી ગુલાબી બોલથી ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ રમશે. લક્ષ્મણે કહ્યું, `બાંગ્લાદેશ માટે આ ભારતની ધરતી પર હરાવવાની સર્વશ્રેષ્ઠ તક છે.
મુંબઈઃ ભારતના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે ગુરૂવારે કહ્યું કે, બાંગ્લાદેશની પાસે પોતાની બેટિંગમાં ડેપ્થને કારણે રવિવારથી શરૂ થઈ રહેલી ટી20 સિરીઝમાં મજબૂત ભારતને હરાવવાની શાનદાર તક છે. સિરીઝની શરૂઆતી મેચ દિલ્હીમાં રમાશે, ત્યારબાદ રાજકોટમાં 7 નવેમ્બર અને નાગપુરમાં 11 નવેમ્બરે મેચ રમાશે.
ટી20 સિરીઝ બાદ બે મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે, જેમાં ઈડન ગાર્ડનમાં યજમાન ભારત 22 નવેમ્બરથી ગુલાબી બોલથી ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ રમશે. લક્ષ્મણે કહ્યું, 'બાંગ્લાદેશ માટે આ ભારતની ધરતી પર હરાવવાની સર્વશ્રેષ્ઠ તક છે, કારણ કે તેની બેટિંગ લાઇન-અપ ખુબ મજબૂત છે. પરંતુ તેના બોલિંગ વિભાગમાં દબાવ સૌથી વધુ મુસ્તફિઝુર રહમાન પર હશે, કારણ કે ટીમમાં સ્પિનરોની તુલનામાં ફાસ્ટ બોલિંગ લાઇન-અપ થોડો અનુભવહીન લાગે છે.'
તેમણે કહ્યું, 'મુસ્તફિઝુરે મહત્વની ભૂમિકા ભજવવી પડશે અને નવા બોલથી ઝડપી વિકેટ ઝડપવી પડશે. ટીમમાં વિરાટ કોહલી નથી તો મધ્યમક્રમમાં ઓડો અનુભવ ઓછો હશે.' લક્ષ્મણે કહ્યું કે, ટીમ ઈન્ડિયામાં હવે સમય યુવાઓ માટે જવાબદારી નિભાવીને મેચ જીત્યા બાદ ભારત માટે સિરીઝ જીતવાનો છે.
તેમણે કહ્યું, 'વોશિંગટન સુંદર અને યુજવેન્દ્ર ચહલ ભારતના બોલિંગ વિભાગ માટે મહત્વના હશે, કારણ કે જ્યાં મેચ રમાવાની છે તે સ્થળ સ્પિનરો માટે અનુકૂળ છે. આ બોલિંગ યૂનિટમાં એટલો અનુભવ નથી તેથી મને લાગે છે કે યુજવેન્દ્ર ચહલ તમામ ત્રણેય મેચ રમશે.'
વિશ્વકપમાં અનુષ્કા શર્માનો ચાનો કપ ઉપાડી રહ્યાં હતા પસંદગીકાર, પૂર્વ દિગ્ગજનો ખુલાસો
તેણે કહ્યું, 'મને લાગે છે કે અન્ય યુવા ખેલાડીઓ જેમ ક્રૃણાલ પંડ્યા માટે પણ મુશ્કેલ ઓવરમાં સારૂ કરીને મેચ જીતવાની આ સારી તક હશે.' લક્ષ્મણે સિરીઝના પરિણામ વિશે કહ્યું, 'મને લાગે છે કે આ 2-1થી ભારતના પક્ષમાં હશે.'