આ 15-20 વર્ષમાં વિદેશી પ્રવાસમાં સૌથી સારૂ પ્રદર્શન કરનાર ભારતીય ટીમઃ રવિ શાસ્ત્રી
શાસ્ત્રીએ બુધવારે કહ્યું, અમે જેટલી મહેનત કરી ઈંગ્લેન્ડ એક ડગલું અમારાથી આગળ રહ્યું. ઈંગ્લેન્ડને તેનો સંપૂર્ણ શ્રેય જાય છે.
લંડનઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતે ટેસ્ટ શ્રેણી ગુમાવી દીધી છે પરંતુ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે આ છેલ્લા 15-20 વર્ષમાં વિદેશની ધરતી પર સૌથી સારૂ પ્રદર્શન કરનાર ભારતીય ટીમ છે. સાઉથમ્પટન ટેસ્ટમાં ભારતીય ટીમે 60 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમ પાંચ મેચની શ્રેણીમાં 1-3થી પાછડ છે.
શાસ્ત્રીએ બુધવારે કહ્યું, અમે જેટલી મહેનત કરી ઈંગ્લેન્ડ એક ડગલું અમારાથી આગળ રહ્યું. ઈંગ્લેન્ડને તેનો સંપૂર્ણ શ્રેય જાય છે. અમારી ટીમનો પ્રયત્ન પ્રવાસમાં સારૂ રમવું, પડકાર આપવો અને જીતવાનો છે. જો તમે છેલ્લા ત્રણ વર્ષના પ્રદર્શનને જુઓ તો અમે વિદેશની ધરતી પર 9 મેચ અને ત્રણ શ્રેણી (એક વિન્ડીઝ અને બે શ્રીલંકા વિરુદ્ધ) જીતી છે.
ભારતીય કોચે કહ્યું, મને નથી યાદ આવતું કે છેલ્લા 15-20 વર્ષોમાં કોઈ બીજી ભારતીય ટીમે આટલા ઓછા સમયમાં આ પ્રકારનું પ્રદર્શન કર્યું છે. તે દરમિયાન ઘણા મહાન ખેલાડીઓ રમતા હતા. અમારી પાસે પ્રતિભા છે પરંતુ અમારે માનસિક રૂપથી દ્રઢ થવાની જરૂર છે. તેમણે કહ્યું, મેચ હાર્યા બાદ દુખ જરૂર થાય છે. પરંતુ તે સમયે તમે આત્મવિશ્લેષણ કરો છો. ત્યારબાદ જ તમને તે પરિસ્થિતિમાંથી બહાર આવવાનો રસ્તો મળે છે. જો તમે જાત પર વિશ્વાસ રાખો તો સફળતા જરૂર મળે છે.
મુખ્ય કોચે કહ્યું કે, મેચ જીતવા માટે ટીમે માનસિક રૂપથી વધુ મજબૂત થવાની જરૂર છે. તેમણે કહ્યું, અમે જીતની નજીક પહોંચ્યા. અમે સારો પડકાર આપ્યો. પરંતુ હવે વાત માત્ર પડકાર રજૂ કરવાની નથી. અમારે અહીં મેચ જીતવાની રીત શીખવી પડશે. હવે પ્રયત્ન પોતાની ભૂલને સમજવાનો અને તેને સુધારવાનો થવો જોઈએ.
શાસ્ત્રીએ કહ્યું, સ્કોરલાઇન 1-3 છે. એટલે કે અમે શ્રીણી ગુમાવી દીધી છે. પરંતુ સ્કોરલાઇન તે સમજાતું નથી કે આ ભારનતા પક્ષમાં 3-1 અથવા તો 2-2 થઈ શકતી હતી તે અમને ખ્યાલ છે. અંતિમ મેચ બાદ ટીમના ખેલાડીઓને ઘણુ દુખ થયું છે. પરંતુ અમારી ટીમ અહીંથી હાર માનશે નહીં.