ઝી બ્યૂરો, અમદાવાદ: 15 મેમ્બરની શૂટિંગ ટીમ 2021 ISSF WORLD CUP પછી ટોકિયો માટે રવાના થશે. જ્યારે, કેટલાક શૂટર્સ પોતાની કેટેગરીમાં વર્લ્ડ નંબર 1નો ખિતાબ મેળવી ચુક્યા છે. આ શૂટર્સ પોતાના ખિતાબ સાથે TOKYO OLYMPICSમાં ઉતરશે. જ્યારે, તેમનો આ ખિતાબ પુરી ટીમનો ઉત્સાહ વધારશે. ત્યારે, આ શૂટર્સ પાસેથી દેશના લોકો ગોલ્ડની આશા રાખી રહ્યા છે.


1. રાહી સરનોબત
રાહી સરનોબત ટોકિયો ઓલ્મિપિકમાં 25 મીટર એર પિસ્ટલ ઈવેન્ટ ભાગ લઈ રહી છે. જે હાલના સમયમાં પોતાની કેટેગરીમાં વર્લ્ડ નંબર 1 છે. 30 વર્ષિય રાહીએ 2021 ISSF WORLD CUPમાં ભારતને ગોલ્ડ અપાવનાર એક માત્ર ભારતીય શૂટર છે. જ્યારે, રાહીએ મહિલા 10 મીટર પિસ્ટલ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે. રાહી અત્યારસુધીમાં શૂટિંગ વર્લ્ડ કપમાં 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી ચુકી છે. રાહી સરનોબત 2 વખત કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીતી ચુકી છે. જ્યારે, રાહીના હાલના ફોર્મને જોઈને તેના પાસેથી દેશ ટોકિયો ઓલ્મિપિકમાં ગોલ્ડ મેડલની આશા રાખી રહ્યું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube