નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ અને ઓકલેન્ડ સ્થિત રગ્બી લીગની ટીમ વોરિયર્સના પૂર્વ ટ્રેનર નિક વેબ ભારતીય ટીમના અનુકૂલન (સ્ટ્રેન્થ તથા કંડીસ્નિંગ) કોચ માટે પસંદ કરાયેલા ત્રણ ઉમેદવારોમાં સૌથી મજબૂત દાવેદાર બનીને ઉભર્યા છે. આ યાદીમાં બીજા અને ત્રીજા ક્રમે ક્રમશઃ લ્યૂક વુડહાઉસ અને ભારતના એસ. રજનીકાંત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે જાણવા મળ્યું કે રજનીકાંત ભારતીય ટીમના કેટલાક મુખ્ય ખેલાડીઓની પસંદ છે. આ નિમણૂંક સાથે જોડાયેલા સૂત્રએ જણાવ્યું કે, જો કોઈ મોટો અપસેટ ન થાય તો રજનીકાંતને આ જવાબદારી મળવી મુશ્કેલ છે કારણ કે બેંગલુરૂ સ્થિતિ રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં થયેલા વ્યાવહારિક મૂલ્યાંકનમાં તેઓ ત્રીજા સ્થાને રહ્યાં હતા. આ સૂત્ર (અધિકારી)એ જણાવ્યું, 'આ નિમણૂંકની ઐપચારિકતાને બીસીસીઆઈના મુખ્ય કાર્યકારી અધિકારીએ પૂરી કરવાની છે, તેવામાં અમે અત્યારે તે ન કહી શકીએ કે વેબને આ જવાબદારી મળશે. પરંતુ તેઓ આ મામલામાં પ્રથમ પસંદ છે અને જ્યારે નિમણૂંકની શરતોને અંતિમ રૂપ આપવામાં આવશે ત્યારે તેની ટીમની સાથે હોવાની સંભાવના વધુ છે.'


32 વર્ષના વેબે ન્યૂઝીલેન્ડની પ્રથમ શ્રેણીની ટીમ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્સની સાથે પણ કામ કર્યું છે. તેમનો પાછલો કાર્યકાળ ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ 'વાઇટ ફર્ન્સ'ની સાથે હતો. 

IND vs WI: જસપ્રીત બુમરાહે વિન્ડીઝ વિરુદ્ધ ઝડપી હેટ્રિક, બન્યા આ રેકોર્ડ 


અધિકારીએ જણાવ્યું, 'રાષ્ટ્રીય રગ્બી લીગની સાથે જોડાયેલા રહેવાને કારણે વેબનો દાવો મજબૂત થયો છે. ટીમના હાલના ટ્રેનર શંકર બાસુએ જે સ્તર બનાવ્યું છે તેને આગળ લઈ જવા માટે વેબ સૌથી સર્વશ્રેષ્ઠ લાગ્યા છે.'