રેસલરને પણ પાછી પાડે તેવી બોડી! આ છે પૃથ્વી પરની સૌથી ફિટ મહિલા, લોખંડ જેવું છે શરીર
ટિયા ક્લેયર ટૂમી પૃથ્વીની સૌથી ફિટ મહિલા છે. ક્રોસફિટ ગેમ્સમાં ચાર વખતની વિજેતા ટિયા ઓલિમ્પિક્સમાં પોતાનો જલવો બતાવી ચુકી છે. જાણો તેની ફિટનેસનું સીક્રેટ...
નવી દિલ્લીઃ તમારા મનમાં ક્યારેય સવાલ થાય કે દુનિયાની સૌથી ફિટ મહિલા કોણ હશે?... હા. તો શું તમને તેનું નામ ખબર છે?. નહીં ને. ચાલો અમે તમને તે નામ પણ આપી દઈએ. પૃથ્વી પરની સૌથી ફિટ મહિલાનું નામ ટિયા ક્લેયર ટૂમી છે. તે 27 વર્ષની ઓસ્ટ્રેલિયન વેઈટલિફ્ટર છે. ટિયાએ જબરદસ્ત ટ્રેનિંગથી પોતાના શરીરને મજબૂત બનાવ્યું છે. તેના બાઈસેપ્સ, એબ્સ, શોલ્ડર, બેક અને ફોર આર્મ્સ જોઈને તેની તાકાતનો અંદાજ લગાવી શકાય છે.
ટિયા ગેમ્સ 2021માં ટોક્યો ઓલિમ્પિકમાં પણ પોતાનો જલવો દુનિયાને બતાવી ચુકી છે.ટિયા ગેમ્સ પહેલાં પોતાના ડાયેટ પર સંપૂર્ણ ધ્યાન રાખે છે. જેનાથી ટ્રેનિંગ દરમિયાન તેની બોડીને પૂરતી એનર્જી મળી રહે. ત્યારે ચાલો ટિયાના ડાયેટ પ્લાન પર નજર કરીએ.
બ્રેકફાસ્ટ-1:
ટિયા ટ્રેનિંગના દિવસે સવારે 7.30 કલાકે ઉઠી જાય છે. સૌથી પહેલાં તે થોડું પાણી પીએ છે. અને પછી તેના બ્રેકફાસ્ટ તરફ આગળ વધે છે. પોતાના પહેલા નાસ્તામાં એક કપ ઓટ્સમીલ, બ્લૂબેરી 40 ગ્રામ, એક કેળું અને એક ચમચી મધ લે છે. ટિયા કહે છે કે આ બધી વસ્તુથી તેના દિવસની શરૂઆત થાય છે. આ બધી વસ્તુથી તેને સેશન માટે પૂરતી એનર્જી મળી રહે છે. આ આખા બ્રેકફાસ્ટથી ટિયાની બોડીને 455 કેલરી મળે છે.
બ્રેકફાસ્ટ-2:
સવારે કાર્ડિયો સેશન પૂરું કર્યા પછી ટિયા પોતાનો બીજો બ્રેકફાસ્ટ લે છે. ઘઉંના લોટમાંથી બનેલ બેગલ એટલે એક પ્રકારની બ્રેડ મીઠા અને નમકીન ટોપિંગ સાથે ખાય છે. તેના નાસ્તામાં એવોકાડો, બાફેલું ઈડું, પીનટ બટર અને બ્લેકબેરી જામ જેવી વસ્તુ હોય છે. બીજા બ્રેકફાસ્ટમાંથી ટિયાની બોડીને 640 કેલરી મળે છે.
આ વસ્તુમાંથી શું મળે છે:
ટિયા કહે છે કે બે બેગલ, એવોકાડો, કેળું અને ઈંડા મારા બીજા બ્રેકફાસ્ટ માટે પૂરતાં નથી. એટલે હું થોડું પીનટ બટર અને જામ લઉં છું. જેથી મારું પેટ ખાલી ન રહે. મોર્નિંગ ડાયેટમાં આ બધી વસ્તુ લેવાથી મારી બોડીને ઘણી એનર્જી મળી જાય છે. ઈંડું બોડીને પ્રોટીન આપે છે. એવોકાડો ગુડ ફેટ માટે સારું છે અને કેળાંથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.
લંચ પહેલાં:
બપોરે લંચ પહેલાં ટિયા પાણીમાં બનેલ વીગન પ્રોટીન શેક પીએ છે. જે તેના સ્નાયુઓ માટે જરૂરી છે. તે સિવાય પ્રોટીન માટે સ્મૂધીઝનું સેવન કરે છે. તેની ક્વોન્ટિટી ટિયાની ભૂખ પર નિર્ભર કરે છે. તે ટિયાની બોડીને એકસ્ટ્રા એનર્જી આપવાનું કામ કરે છે.
લંચ:
લંચમાં ટિયા કેટલીક જરૂરી વસ્તુઓને જ સામેલ કરે છે. બપોરના સમયે તે રાજમા, ફળદાર શાકભાજી, ગાજર અને બાસમતી ચોખાની સાથે થોડી આમલી ખાય છે. ટિયા કહે છે કે આ બધી વસ્તુઓ તેની બોડીને 950 કેલરી આપે છે. અને તેનાથી તેને ઘણી એનર્જી મળે છે.
ડિનર:
ટિયાની ડિનર થાળીમાં પ્રોટીનના અલગ-અલગ સોર્સ જોવા મળે છે. ડિનરમાં તે રેડ મીટ કે વ્હાઈટ મીટ કે સાલ્મમ ફિશ ખાય છે. તેની સાથે તે ભાત અને લીલી શાકભાજી ખાવાનું પસંદ કરે છે. ટિયા કહે છે કે તેના ડિનરમાં પ્રોટીનયુક્ત વસ્તુ વધારે ખાય છે. જ્યારે દિવસની થાળી કાર્બોહાઈડ્રેટથી ભરેલી હોય છે. ડિનરમાં તે લગભગ 598 કેલરી લે છે. ટિયા ટ્રેનિંગવાળા દિવસે લગભગ 2900 કેલરીનું સેવન કરે છે. તેમાં તેનું ખાવાનું, સ્નેક્સ અને સપ્લીમેન્ટનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ ખાવાથી તેના શરીરને દમદાર ટ્રેનિંગ કરવાની તાકાત મળે છે.