મુંબઈઃ સુનીલ છેત્રીની ભાવુક અપીલ બાદ કેન્યા વિરુદ્ધ ઈન્ટરકોન્ટિનેન્ટલ કપમાં ભારતીય ફુટબોલ ટીમના મેચની તમામ ટિકિટો વેંચાઈ ગઈ. ભારતીય કેપ્ટન છેત્રીએ ભાવુક વીડિયોમાં પ્રશંસકોને મેદાન પર આવીને મેચ જોવાની વિનંતી કરી હતી. આ છેત્રીની 100મી આંતરરાષ્ટ્રીય મેચ છે. એક અધિકારીએ કહ્યું, આ મેચની તમામ ટિકિટો વેંચાઇ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આપણા દેશનું દુર્ભાગ્ય છે કે, એકમાત્ર ક્રિકેટને છોડીને કોઈપણ રમતમાં ન સરકાર કંઇ કરે છે ન તો જનતા. દરેક વ્યક્તિ માત્ર ક્રિકેટ રમવા ઈચ્છે છે જ્યારે અન્ય રમતો પણ આપણી છે. 


મુંબઈ જિલ્લા ફુટબોલ સંઘના અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ ટ્વીટર કર્યું, મને ખુશી છે કે સુનીલ છેત્રીની અપીલ બાદ ઘણાએ ટિકિટ ખરીદી. આ શરૂઆત છે. આપણે નક્કી કરવાનું છે કે, ભારતીય ફુટબોલ ટીમ જ્યારે રમે ત્યારે સ્ટેડિયમ ખચાખચ ભરેલું હોય. તે આપણા માટે આટલી મહેનત કરે છે તો આપણે આટલું તો કરી શકીએ. 


છેત્રીએ ભારત માટે 99 મેચ રમીને સર્વાધિક 59 ગોલ કર્યા છે. તે વિશ્વમાં સર્વાધિક ગોલ કરવામાં હાલના ખેલાડીઓમાં ત્રીજા સ્થાને છે.