Tim Seifert tested positive for covid -19 PBKS vs DC: IPL 2022 માં આજે (20 એપ્રિલ) દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો રમાશે, પરંતુ તે પહેલાં દિલ્હી કેપિટલ્સ ટીમમાં વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યો છે. તેથી આજે રમાનાર મેચ પર સંકટના વાદળો મંડરાઇ રહ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખેલાડી થયો કોરોના સંક્રમિત
દિલ્હી કેપિટલ્સ ટીમ સિફર્ટ  (Tim Seifert) પોઝિટિવ મળી આવનાર બીજો ખેલાડી છે. આ પહેલાં મિચેલ માર્શ કોરોના પોઝિટિવ થયા હતા. કોરોનાના કેસ વધવાથી બીસીસીઆઇ (BCCI) એ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાનાર મુકાબલાનું વેન્યૂ પણ બદલી દીધું હતું. જેથી પ્લેયર્સ લાંબી યાત્રાથી બચી શકે અને કોરોનાના પ્રકોપને રોકી શકાય, પરંતુ હવે એવું દેખાતું નથી. 


દિલ્હી કેપિટલ્સ કેમ્પમાં કોરોના વિસ્ફોટ
દિલ્હી કેપિટલ્સના સભ્યોમાંથી ફિજિયો પૈટિક ફરહત, રમત થેરેપિસ્ટ ચિકિત્સક ચેતન કુમાર, ઓસ્ટ્રેલિયાઇ ખેલાડી મિશેલ માર્શ, ડોક્ટર અભિજીત સાલ્વ અને સોશિયલ મીડિયા ટીમના સભ્ય આકાશ માણે કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. તેમણે આગળ કહ્યું કે 'કોરોના પોઝિટિવ કેસને જોતાં તમામ લોકો કોરોન્ટાઇન અને ડોક્ટરની દેખરેખમાં છે. તેમનો ટેસ્ટ છઠ્ઠા અને સાતમા દિવસે કરવામાં આવશે અને બંને ટેસ્ટ નેગેટિવ થયા બાદ તેમને દિલ્હી કેપિટલની બાયો બબલમાં સામેલ થવાની અનુમતિ આપવામાં આવશે. હવે ખેલાડી ટિમ સિફર્ટના કોરોના પોઝિટિવ હોવાના લીધે દિલ્હી કેપિટલ્સની મુશ્કેલીઓ વધી ગઇ છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube