નવી દિલ્હી: શુક્રવારના ભારતની બે-બે ટીમો (Team India) મેદાનમાં ઉતરશે. અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝની (T20 Series) પ્રથમ મેચ રમાશે. બીજી તરફ લખનઉમાં ભારતીય મહિલા ટીમ (Indian Women Team) સાઉથ આફ્રિકાની સામે પોતાની ત્રીજી વન ડે મેચ રમશે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડને હરાવી શાનદાર શરૂઆત કરવા આતુર  હશે. મહિલા ટીમ પણ સાઉથ આફ્રિકાને (South Africa) માત આપી સિરીઝમાં લીડ હાંસલ કરવા ઉતરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે ટી-20 મેચ (T20 Series) સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ વર્ષના યોજાનારા ટી-20 વર્લ્ડ કપથી (T20 World Cup) પહેલા ભારત માટે આ સિરીઝ ઘણી મહત્વપૂર્ણ છે. ઇંગ્લેન્ડ ટી-20 રેંકિંગમાં પહેલા અને ભારત બીજા સ્થાન પર છે. એવામાં જો બંને ટીમો વચ્ચે મજબૂત પ્રતિસ્પર્ધા જોવા મળી શકે છે.


સંજના ગણેશની 10 ગ્લેમરસ તસવીરો, સુંદરતામાં હીરોઇન્સને આપે છે માત


ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 14 ટી-20 મેચ રમાઈ છે. બંને ટીમોએ 7-7 મેચ જીતી છે. જો કે, ઇંગ્લેન્ડની સામે ગત પાંચ ટી-20 મેચમાં ભારતે ચાર મેચ જીતી છે અને એકમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 19 સપ્ટેમ્બર 2007 માં રમાઈ હતી. જેને ભારતે 18 રનથી જીતી હતી. તે મેચમાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી. બંને ટીમો વચ્ચે છેલ્લી ટી-20 મેચ 8 જુલાઈ 2018ના રમાઈ હતી, જેમાં ભારતે 7 વિકેટથી જીત હાંસલ કરી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube