નવી દિલ્હીઃ બ્રાયન લારા (Brian Lara) પોતાની શાનદાર બેટિંગ માટે ખુબ પ્રખ્યાત રહ્યાં છે. કેરેબિયન બેટ્સમેનના નામે 11,953 ટેસ્ટ અને 10,405 વનડે રન નોંધાયેલા છે. આમ તો સચિન તેંડુલકરના નામે ક્રિકેટમાં સૌથી વધુ રેકોર્ડ નોંધાયેલા છે, પરંતુ બ્રાયન લારાએ ક્રિકેટની દુનિયામાં એવા રેકોર્ડ બનાવ્યા છે, જેને આજ સુધી કોઈ બેટ્સમેન તોડી શક્યો નથી. લારાના નામે ટેસ્ટ અને ફર્સ્ટ ક્લાસ મેચોમાં સૌથી મોટી ઈનિંગ રમવાનો અનોખો રેકોર્ડ છે. લારા વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે જેણે ટેસ્ટમાં 400 રનની ઈનિંગ રમી છે, આ સિવાય પ્રથમ શ્રેણી મેચમાં 501 રનનો વ્યક્તિગત સ્કોર બનાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 એપ્રિલ 2004ના એન્ટીગાના સેન્ટ જોન્સમાં બ્રાયન લારાએ તે ઈનિંગ રમી, જેણે ક્રિકેટની દુનિયામાં ધમાલ મચાવી હતી. લારાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 582 બોલમાં 400* રન બનાવ્યા, આ દરમિયાન તેમણે 43 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. લારા વિશ્વમાં પ્રથમ અને અત્યાર સુધી એકમાત્ર બેટ્સમેન છે જેણે ટેસ્ટ ક્રિકેટમાં 400 રનનો આંકડો હાંસિલ કર્યો છે. આ પહેલા લારાનો સર્વાધિક વ્યક્તિગત સ્કોર 375 રન હતો, જે તેમણે વર્ષ 1994માં બનાવ્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ હેડને 2003માં 380 રન બનાવીને આ રેકોર્ડ તોડી દીધો હતો. 5 મહિના બાદ લારા ફરીથી ટોપ પર પહોંચી ગયા હતા. 


જ્યાં દુનિયા લારાના આ રેકોર્ડની પ્રશંસા કરતા થાકતી નહતી, તો ઓસ્ટ્રેલિયાના તત્કાલીન કેપ્ટન રિકી પોન્ટિંગ (Ricky Ponting)એ તેની ટીકા કરતા કહ્યું હતું કે, લારાની ઈનિંગ ખુદ પર કેન્દ્રીત હતી, આ ઈનિંગે સારૂ કરવાની જગ્યાએ નુકસાન વધુ પહોંચાડ્યું છે. પોન્ટિંગ પ્રમાણે તે કલ્પના કરવી મુશ્કેલ છે કે ઓસ્ટ્રેલિયાનો કોઈ ખેલાડી આ પ્રકારે રમી શકશે. લારાએ પોન્ટિંગના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. લારા પ્રમાણે આમ તે માટે કહેવામાં આવ્યું હતું જેથી ઈંગ્લેન્ડ પર દબાવ બનાવી શકાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર